કોરોના સુરત LIVE:વેક્સિનેશન અભિયાન તેજ, ડોર ટુ ડોર વેક્સિન આપવાનું શરૂ કરાયું,આજે 149 સેન્ટર પર રસી અપાઈ રહી છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 41 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. ગત રોજ શહેર જિલ્લામાં 5 કેસનો વધારો થયો છે. જેથી કોરોના કેસનો આંકડો વધીને 1,43,952 થયો છે. આ સાથે જ તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. આજે 149 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.ઘરે ઘરે જઈને વેક્સિન આપવામાં આવી રહી છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143952 થઈ
શહેરમાં 05 અને જિલ્લામાં 00 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 05 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143952 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 06 અને જિલ્લામાંથી 01 સહિત 06 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141795 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 41 થઈ છે.

રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 92 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 10 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 14 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 149 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.કોર્પોરેશન દ્વારા ફરી એક વખત 1100 જેટલા કર્મચારીઓની ટીમ ને સક્રિય કરી દીધી છે.