તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:સંક્રમણની ચેઇન તોડવા વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં પહેલાં રસીકરણ ,એક દિવસમાં 50 હજારને મૂકાશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી વધુનાં રસીકરણમાં અઠવા, રાંદેર, કતારગામ, સેન્ટ્રલ, વરાછાને પ્રાથમિકતા અપાશે

1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થનાર છે ત્યારે સુરત પાલિકાએ તૈયારી શરૂ કરી દીધી છે. આ અભિયાનમાં સૌથી વધુ રસીકરણ જે વિસ્તારમાં સૌથી વધુ કેસ હશે ત્યાં કરાશે. રસીકરણ અભિયાન શહેરભરમાં થનાર છે. પરંતુ સંક્રમણની ચેઇન તોડવા સૌથી અસરગ્રસ્ત એરિયાને પ્રાથમિકતા અપાશે. હાલ શહેરમાં સૌથી વધુ કેસ રાંદેર, કતારગામ, અઠવા, સેન્ટ્રલ અને વરાછામાં છે. જેથી આ વિસ્તારમાં વેક્સિનેશન ઉપર વધુ ભાર અપાશે. સુરત પાલિકા પાસે એક જ દિવસમાં 50 હજાર લોકોને વેક્સિનેશન કરી શકે તેવી વ્યવસ્થા છે.

આ માટે 500 વેક્સિનેશન સેન્ટરો કાર્યરત કર્યા છે. જેમાં એક સેન્ટર પર 100 વેક્સિન મુકાઇ તો રોજના 50 હજાર લોકોને અને 200 વેક્સિન મુકાઇ તો રોજનો આંકડો 1 લાખ સુધી જઇ શકે છે. જો કે હજુ સુધી રાજ્ય સરકાર તરફથી 1 મેથી 18 વર્ષથી ઉપરના વ્યકતિ માટે શરૂ થનાર વેક્સિનેશન માટે કંઇ રીતે કામગીરી કરવી તેની માર્ગદર્શિકા આવી નથી. પુરતા પ્રમાણમાં રસીનો જથ્થો આવે તો મોટાભાગના લોકોનું વેક્સિનેશન થશે. જેથી કેસની સંખ્યા ઘટવા સાથે મૃત્યુદરમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારે થવાનો અંદાજ છે.

કતારગામમાં મનપા કમિશનરનો રાઉન્ડ
બુધવારે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ કતારગામ ઝોનમાં આંબા તલાવડીની આર્શીવાદ સોસાયટી અને ઉત્રાણની ઓમકારનગર સોસાયટીની મુલાકાત લીધી હતી. આ સોસાયટીમાં કેસ વધુ હોઇ ક્લસ્ટરની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી લોકોને બિનજરૂરી ઘરની બહાર નિકળવા સાથે ગાઇડલાઇનનું પાલન કરે તે માટે કમિશનરે સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...