• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Vaccination At 115 Centers Today, In An Attempt To Prevent The Transition By The Municipality Amidst The Flutter Of Omicron

કોરોના સુરત LIVE:ઓમિક્રોનના ફફડાટ વચ્ચે સિટીમાં 8 અને જિલ્લામાં એક પણ કેસ નહીં, પોઝિટિવ કેસનો આંક 1,44,140 પર પહોંચ્યો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 56 થઈ

સુરત માહનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત સિટીમાં આજે નવા 8 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. જેથી પોઝિટિવ કેસનો આંક 1,44,140 પર પહોંચી ગયો છે. ઓમિક્રોનની દહેશતને પગલે સિવિલ-સ્મીમેરમાં 140 બેડના અલાયદા ઓમિક્રોન વોર્ડ શરૂ કરનાર પાલિકાએ છેલ્લા 10 દિવસમાં જ 90 હજાર ટેસ્ટિંગ કર્યાં છે. પાલિકા દ્વારા સંક્રમણ અટકાવવા નવા નવા પગલા લેવામાં આવી રહ્યાં છે. જેમાં એસી બસમાં એસી બંધ કરાવીને હવે બારીઓ ખોલવામાં આવશે. વેક્સિનેશનની કામગીરી પણ આગળ વધારતાં આજે 115 સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોઝિટિવ કેસનો આંક 1,44,140 પર પહોંચ્યો
શહેરમાં શુક્રવારે વધુ 08 અને જિલ્લામાં 00 કેસ સાથે કુલ 08 નવા કેસ સામે આવ્યાં છે.આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,44,140 થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી 08 દર્દીઓ અને જિલ્લામાંથી 01 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,41,968 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 55 થઈ છે.

રસીકરણની કામગીરી તેજ કરાઈ
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના પ્રથમ ડોઝ માટે 47 સેન્ટર અને બીજા ડોઝ માટે 57 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે 2 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે 9 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેથી કુલ આજે 115 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

AC BRTS અને ઇલેક્ટ્રિક બસના ડોર-વિન્ડો ખુલ્લા રખાશે
પાલિકાએ ટ્રાન્સપોર્ટેશન સેવામાં ઉપયોગમાં લેવાતી એસી બસોના ડોર તથા વિન્ડો ખુલ્લા રાખીને ઓપરેટ કરવાનું નક્કી કર્યું છે. એસી ચાલુ હોવાથી એર ટાઈટ દરવાજામાં સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતા હોવાનું માની પાલિકાએ વિવિધ રૂટ પર દોડતી બીઆરટીએસ અને ઈલેક્ટ્રિક બસોના દરવાજા ખુલ્લા રાખીવાનું શરૂ કર્યું છે. શહેરમાં બીઆરટીએસ તથા ઈલેક્ટ્રિક બસ સહિત કુલ 170થી વધુ એસી બસ હાલ વિવિધ રૂટ પર ઓપરેશન હેઠળ છે.