મદદની તૈયારી:ઉત્તરાખંડમાં હોનારતથી ફસાયેલા લોકોને માટે નંબર જાહેર, સી.આર.પાટીલે કહ્યું,-'તમામને સલામત પરત લવાશે'

સુરતએક મહિનો પહેલા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે સરકાર દ્વારા થતાં પ્રયત્નો અંગે માહિતી આપી હતી.
  • રાજ્ય સરકાર અને જિલ્લા કક્ષાએ પણ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાથી ચારધામની યાત્રા કરવા ગયેલ ઘણા ગુજરાતી ભાઇ-બહેનો ફસાયા હોવાની માહીતી પ્રકાશમાં આવી છે.ઉત્તરાખંડ સરકારે ફસાયેલ યાત્રાળુઓ માટે હેલ્પલાઇન શરૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સતત ત્યાના મુખ્યમંત્રી સાથે સંપર્ક કરી ફસાયેલા તમામ ગુજરાતી ભાઇ-બહેનોને સુરક્ષીત સ્થાને પહોંચડાવા પ્રયત્નશીલ હોવાનું ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કહેતા ઉમેર્યું કે, તમામને સુરક્ષીત પરત લવાશે.

માહિતી મેળવવામાં આવી
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉત્તરાખંડમા ફસાયેલા યાત્રાળુઓ માટે ઉત્તરાખંડના પ્રશાસન સાથે ટેલીફોનીટ વાતચીત કરી માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર 079-23251900 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પરથી અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા,સંબધીઓ અને સ્નેહીજનોની વિગત મેળવી શકશે.

નંબર જાહેર કરાયો
સુરત જિલ્લાના પ્રવાસીઓ ભારે વરસાદના કારણે ઉત્તરાખંડ ખાતે બેઝ કેમ્પ કે અન્ય કોઇ ઘાટીમાં ફસાયેલ હોય તો તેઓનો સંપર્ક નંબર/નામ સાથેની યાદી તૈયાર કરી 66.disastersurat@gmail.com ઇમેઇલ કરવા તથા સુરત જિલ્લાના ડીઝાસ્ટર કંટ્રોલ રુમના હેલ્પ લાઇન નંબર ૧૦૭૭ તથા ૦૨૬૧-૨૬૬૩૨૦૦ તથા સ્ટેટ ડીઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉત્તરાખંડના સંપર્ક નંબર ૦૧૩૫-૨૭૧૦૩૩૪ તથા ૦૧૩૫-૨૭૧૦૩૩૫ ઉપર જાણ કરવા સુરત જિલ્લા ડિઝાસ્ટર કક્ષ દ્રારા જણાવાયું છે.

100 લોકો ફસાયાની આશંકા
સી આર પાટીલે જણાવ્યું હતું કે, ઉતરાખંડમાં કુદરતી હોનારતના કારણે ગુજરાતના પ્રવાસીઓ ૮૦ થી ૧૦૦ જેટલા લોકો ફસાયા છે. પીએમ નરેન્દ્રભાઈ મોદી તેઓના માટે તમામ મદદ અને વ્યવસ્થા કરી રહ્યા છે. હું અને મુખ્યમંત્રી ત્યાના પ્રશાસન સાથે સંપર્કમાં છીએ. અને જરૂરી મદદ પહોચાડવાના પ્રયત્ત્ન કરવામાં આવી રહ્યા છે. આ તમામ લોકો સહી સલામત રીતે પરત આવી જશે તેનો મને વિશ્વાસ છે.