પરપ્રાંતિયોને રિઝવવા સ્ટાર પ્રચારકો મેદાનમાં:ઉત્તરપ્રદેશનાં CM યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુરતમાં સભાઓ ગજવશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ફાઇલ તસવીર) - Divya Bhaskar
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ફાઇલ તસવીર)

સુરત મેટ્રોપોલિટન સિટી છે, અહીં દેશના તમામ રાજ્યના લોકો વસવાટ કરે છે. રોજી રોટી માટે આવેલા લોકો એ જ થાય થયા છે અને અહીંના જ મતદાર થઈ ગયા છે ત્યારે તેમને રિઝવવા માટે ભાજપે અલગ જ વ્યૂહરચના અપનાવી છે.

યોગી ચૂંટણી સભા ગજવશે
સુરત શહેરમાં કેટલીક વિધાનસભા એવી છે કે, જ્યાં પરપ્રાંતિય મતદારોનું વર્ચસ્વ વધુ છે. જેમ કે, સુરતની ઉધના લિંબાયત જેવી બેઠકો ઉપર પ્રાંતીય મતદારોનું પ્રભુત્વ વધુ દેખાય છે. આ બેઠકો ઉપર પરપ્રાંતિય મતદારોને ભાજપ રિઝવવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુરતમાં સ્ટાર પ્રચારક તરીકે લાવશે. યોગી આદિત્યનાથની લોકશાહના ખૂબ જ વધુ છે અને તેનો લાભ લેવા માટે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસાર કરવા માટે પરપ્રાંતિય વિસ્તારોમાં જાહેરસભાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુરતમાં સભાઓ ગજવશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુરતમાં સભાઓ ગજવશે.

મરાઠી મતદારો માટે વિશેષ પ્રયાસ
ભારતીય જનતા પાર્ટીમાં મોદી, શાહ અને યોગી બાદ સૌથી વધુ ચર્ચાસ્પદ કોઈ ચહેરો હોય તો નીતિન ગડકરીનો છે. સુરતમાં લાખોની સંખ્યામાં મરાઠી મતદારો છે. ખાસ કરીને લિંબાયત, ઉધના, પાંડેસરા, ડીંડોલી જેવા વિસ્તારોની અંદર લાખોની સંખ્યામાં મરાઠી મતદારો છે. આ મરાઠી મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નીતિન ગડકરીને મેદાનમાં ઉતારવામાં આવશે. જે મરાઠી મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષવાનો પ્રયાસ કરશે. ભાજપ માટે આ મતદારો ખૂબ જ મહત્વના છે અને તેઓ જો ભારતીય જનતા પાર્ટી તરફેણમાં વોટીંગ કરે તો ભાજપને ખૂબ મોટો લાભ થઈ શકે તેમ છે.

રાષ્ટ્રીય નેતાઓ આગામી દિવસોમાં સુરતમાં દેખાશે
સુરત મીની ભારત તરીકે ઓળખાય છે. અહીં મૂળ સુરતીઓ સૌરાષ્ટ્ર અને ત્યારબાદ જો સૌથી વધુ કોઈ મતદાન હોય તો તે પરપ્રાંતિયો છે, તેમાં યુપી, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્ર જેવા અલગ અલગ રાજ્યના મતદારો અહીં રહે છે. ચૂંટણીના ધમાસાણમાં ભાજપ આ તમામ મતદારો ઉપર નજર રાખીને બેઠી છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની આખી ફોજ સુરતમાં એક બાદ એક દેખાય તો નવાઈ નહીં. આ વખતે વિશેષ કરીને તમામ રાષ્ટ્રીય હિન્દી ભાષા નેતાઓને સુરતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતારવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...