• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Users Shook Hands While Posting A Photo Of The Mayor Riding A Bicycle On The Official Page Of Surat Municipal Corporation

સોશિયલ મીડિયા પર ટ્રોલ:સુરત પાલિકાના ઓફિશિયલ પેજ પર સાયકલ ચલાવતા મેયરનો ફોટો મૂકાયો, હેમાલી બોઘાવાલાને ટ્રોલ કરતાં યુઝર્સે લખ્યું-'વરાછામાં આંટો મારો તો ખબર પડે'

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના એકાઉન્ટમાં મેયરનો ફોટો અપલોડ થતાં  યુઝર્સે કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. - Divya Bhaskar
પાલિકાના એકાઉન્ટમાં મેયરનો ફોટો અપલોડ થતાં યુઝર્સે કોમેન્ટનો મારો ચલાવ્યો હતો.
  • મેયર હેમાલી બોઘાવાલાને ટ્રોલ કરતાં યુઝર્સે લખ્યું-વરાછામાં આંટો મારો તો ખબર પડે

સુરત મહાનગરપાલિકાના ઓફિશિયલ સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા કાર્યોના ફોટા અને વીડિયો અપલોડ કરવામાં આવતા હોય છે. જો કે, તાજેતરમાં જ સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો સાયકલ ચલાવતો ફોટો આ પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેથી યુઝર્સે મેયરને ટ્રોલ કર્યા હતાં. સાથે જ શહેરના પ્રશ્નોને લઈને આડેહાથ લીધા હતાં.

માસ્ક ન પહેર્યાની કોમેન્ટ કરાઈ
કોરોના સંક્રમણ માથું ઉચકી રહ્યું છે, ત્યારે મેયર પોતે જ માસ્ક દેખાઈ રહ્યા છે. મહાનગર પાલિકાના જ સોશિયલ પેજ ઉપર આ પ્રકારનો ફોટો મેલ દ્વારા અપલોડ કર્યા હતા કોમેન્ટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. મેયર પોતે જ ગંભીરતાથી કોરોના સંક્રમણની ગાઈડલાઈનનું પાલન ન કરતા હોવાની વાતો આ કોમેન્ટમાં દેખાઈ રહી છે. આજે પણ માથું વગર રહેતા લોકો એટલે કે, સામાન્ય પ્રજાને જ દંડ ફટકારવામાં આવે છે. નેતાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન કે અન્ય કોઇ જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા દરમિયાન માસ્ક ન પહેર્યા હોય તો પણ દંડ ફટકારવામાં આવતો નથી.

યુઝર્સે કોમેન્ટ કરીને મેયરને આડે હાથ લીધા હતાં.
યુઝર્સે કોમેન્ટ કરીને મેયરને આડે હાથ લીધા હતાં.

વરાછાને લઈને કોમેન્ટ થઈ
સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે જ્યારે એક વખત વરાછા અને કતારગામ જેવા વિસ્તારમાં સાયકલ લઈને નીકળવું જોઈએ. શહેરના રસ્તા ની સ્થિતિ શું છે તે જો તમારે જાણવી હોય તો સાયકલ પોશ વિસ્તારમાં ફેરવવાને બદલે શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવવી જોઈએ જેથી કરીને તેમને વાસ્તવિક સ્થિતિ અંગેનો ખ્યાલ આવે.

સાયકલ શેરીંગ પ્રોજેક્ટની સાયકલ મેયરે ચલાવી હતી.
સાયકલ શેરીંગ પ્રોજેક્ટની સાયકલ મેયરે ચલાવી હતી.

રસ્તાના મુદ્દે કોમેન્ટ થઈ
ચોમાસા દરમિયાન સમગ્ર શહેરની અંદર રસ્તાઓની હાલત ખુબ જ બિસ્માર થઈ ગઈ છે. મનપા દ્વારા કેટલાક વિસ્તારોની અંદર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ તે પણ યોગ્ય રીતે ન થતી હોય તેવી બૂમરાણ ઉઠવા પામી છે. રસ્તાના રીપેરીંગ માટે જે ડામરનો ઉપયોગ કરીને પેજ ઉપર શરૂ કરાયો છે. તે પણ ધોવાઈ ગયો હોય તેવું જણાય છે. સુરત મહાનગરપાલિકાના મેયર અતિ ઉત્સાહમાં પોતાનો ફોટો તો સોશિયલ સાઇટ ઉપર પોસ્ટ કરી દીધો પરંતુ જે રીતે લોકો કોમેન્ટ કરી રહ્યા છે.