સેનેટની ચૂંટણી:યુનિ.ની સેનેટની ચૂંટણીનો ધમધમાટ, બે ફોર્મ ભરાયાં

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AAPની વિદ્યાર્થી પાંખ પણ મેદાનમાં​​​​​​​ ઉતરશે NSUI ટૂંક સમયમાં ઉમેદાવારો જાહેર કરશે

નર્મદ યુનિવર્સિટીની 14 ઓગસ્ટે યોજાનારી સેનેટની ચૂંટણીના ધમધમાટ શરૂ થઇ ગયા છે. એબીવીપી અને એનએસયુઆઇ બાદ આપની વિદ્યાર્થી પાંખ વિદ્યાર્થી પરીષદ દ્વારા પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરવામાં આવી છે. મંગળવારે બીજુ ફોર્મ ભરાયું હતું.

એબીવીપીએ પત્રકાર પરિષદ કરીને પોતાના 12 ઉમેદવારો જાહેર કર્યા હતા. લો ફેકલ્ટીની બેઠક પર ભાવેશ રબારીની સમકક્ષ ઉમેદવાર શોધી રહ્યા છે. એનએસયુઆઇએ ઉમેદાવારોની યાદી તૈયાર કરી દીધી છે. ત્યારે આપની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્સ સમિતી પ્રથમ વખત સેનેટની ચૂંટણીમાં ઉતરશે.

સમિતીના દર્શિતે જણાવ્યું હતું કે, આ વખતે અમે ઘોષણાપત્ર સાથે મેદાનમાં ઉતરશું. એકાદ બેઠકને છોડીને બાકીની બેઠક માટે ઉમેદવાર ઉતારાશે. દરેક ઉમેદવારની યોગ્યતા તપાસ્યા બાદ જ તેમને ફેક્લટી પ્રમાણે ઉમેદવારી આપવામા આવી છે. મંગળવારે ગણદેવી પાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલે ફોર્મ ભર્યું છે. આગાઉ પેટા ચૂંટણીમાં તેઓ બિનહરિફ ચૂંટાયા હતા. આ અગાઉ શિક્ષકની બેઠક પર અશોક સોલંકીએ ઉમેદવારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...