તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કામરેજના ખોલવડમાં સરકારી જમીન પરના કાચા મકાનો તોડી દબાણ દુર કરવા મામલતદારના આદેશ બાદ સ્થાનિકોએ કોરોનાની મહામારી ચાલતી હોવાથી વધુ 30 દિવસ રહેવા દેવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે.સરકારી જમીન પરના દબાણો દુર કરવાની સૂચનાને પગલે સુરત જિલ્લામાં પણ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત કામરેજના ખોલવડમાં આવેલી બ્લોક નં.3128 તથા 3129વાળી જમીન પર કાચા મકાનો બાંધીને રહેતા 40 જેટલા પરિવારોને તા.21-11-20ના રોજ કામરેજ મામલતદારે નોટિસ પાઠવીને મકાનોનું ડિમોલિશનનો આદેશ આપ્યો હતો ત્યારે ત્યાંના રહીશોએ વધુ 30 દિવસ રહેવા દેવાની માંગણી કરીને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, હાલ કોરોનાનો વાવર ચાલી રહ્યો છે.
આવા સમયે મકાનો તોડી નાખવામાં આવશે તો પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. લોકોને ચેપ લાગવાની શક્તા રહેલી છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે બીજી જગ્યાએ રહેવાની સગવડ કરવા સમય આપવા માટેની માંગણી કરી છે. નોંધનીય છે કે, આ જમીન એસવીએનઆઈટીને ફાળવી દેવાઈ હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.