ચકાસણી:કોવિડની 19 હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક વાયરિંગ-અર્થિંગના પ્રશ્ન જણાતા સુધારવા તાકિદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ હોસ્પિટલોમાં સુપ્રિમની કમિટીની ચકાસણી

અમદાવાદ, રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને પગલે ફાયર સેફ્ટી સિસ્ટમ લગાડવામાં આવી છે કે કેમ? તે અંગે ચકાસણી કરવા માટે સુપ્રિમ કોર્ટે રચેલી કમિટી રાજ્યના ચાર મોટા શહેરોમાં સ્થળ તપાસ કરી રહી છે. આ કમિટી સુરતમાં છેલ્લા બે દિવસથી સરવે કરી પાલિકા સાથે એમઓયુ કરાયેલી કુલ 19 કોવિડ હોસ્પિટલોમાં ચકાસણી પૂર્ણ કરી છે. સુરતની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિ અંગે કોઈ ખામી મળી ન હતી પરંતુ ઈલેક્ટ્રિક વાયરિંગ-અર્થિંગના પ્રશ્ન જણાતા તે અંગે સુધારવા તાકિદ કરવામાં આ‌વી છે.

સુપ્રિમ કોર્ટે બનાવેલી કમિટી ગત શુક્રવારે સુરતમાં કોવિડ હોસ્પિટલોમાં સરવે હાથ ધર્યો હતો શનિવારે પણ પાલિકાની ટીમ સાથે સરવે કરાયો હતો કુલ 19 કોવિડ હોસ્પિટલોમાં ચકાસણી પૂર્ણ કરવામાં આ‌વી છે. આ ટીમમાં અમદાવાદથી એન્ટી કરપ્શન બ્યુરોના આસી.ડાયરેક્ટર, બી.જે.હોસ્પિટલના મેડિકલ કોલેજના એક પ્રોફેસર તેમની સાથે બાયો મેડિકલના બે અધિકારીઓ, એક ચિફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર તેમની સાથે બે ડેપ્યુટી, અમદાવાદ મહાપાલિકાના એડિ.ચિફ ફાયર ઓફિસર સાથે એક ફાયર ઓફિસર સહિતની 16 સભ્યોની ટીમે સરવે પૂર્ણ કર્યો હતો. નાના મોટા ઇશ્યૂ અર્થીંગ, વાયરિંગ વેગેરેના હોસ્પિટલ સંચાલકોને બતાવ્યા હતાં. ફાયર સેફ્ટિમાં પણ કેટલીક જગ્યાઓ પર સ્પેન્ગલરની સામાન્ય ખામીઓ જે ફાયર નોટીસમાં દર્શાવતી હતી તે સુધારવા તાકિદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...