તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાયી સમિતિ પાસે મંજૂરી મંગાઇ:ડાયમંડબુર્સ પાસેના કચરાના ડુંગરોને તાકીદે બાયોમાઇનિંગ કરીને ક્લોઝર કરવા તૈયારી

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં CMએ મુલાકાત દરમિયાન કચરાના ઢગલા દૂર કરવા તાકીદ કરી હતી
  • 3 માસમાં ઉદ્ઘાટન કરવાની તૈયારી વચ્ચે PM આવનાર હોવાથી સ્થાયીમાં મંજૂરી મંગાઇ

ડ્રીમ સિટી અંતર્ગત આંતરાષ્ટ્રીય કક્ષાના ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન પૂર્વે 20 વર્ષથી શહેરમાંથી ઉત્પન્ન થતાં ઘન કચરાની ખજોદ ખાતે ચાલતી ડિસ્પોઝલ સાઇટ પરથી કચરાના ડુંગરોને તાકીદે બાયોમાઇનીંગ કરીને ક્લોઝર કરવા માટે સ્થાયી સમિતિ પાસે મંજૂરી માંગવામાં આવી છે. આ જગ્યા રાજ્ય સરકાર દ્વારા 2014થી ડ્રીમ સીટીના પ્રસ્થાપન માટે ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીને આપવામાં આવી હતી. હાલમાં અહીં ડ્રીમ સીટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાયમંડ બુર્સનું બાધકામ થઇ ગયું છે. આગામી ત્રણ મહિનાની અંદર ડાયમંડની બુર્સની ઓફિસ શરૂ કરવાની તૈયારી છે.

ઉદ્દઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વૈશ્વિક સ્તરના નેતાઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે ત્યારે તાજેતરમાં 11 જુલાઇના રોજ સી.એમ રૂપાણીએ ડાયમંડ બુર્સની મુલાકાત દરમિયાન ખજોદ ખાતેના કચરાના ઢગલાને આગામી 6 માસમાં દૂર કરવા સુચના આપી હતી. જેથી ડિસ્પોઝલ સાઇટની જગ્યા પર અંદાજે 10થી 12 લાખ મેટ્રીક ટન કચરાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત બાયોમાઇનીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરીને બાકી રહેલા કચરાના જથ્થા માટે ક્લોઝરની કામગીરી પૂર્ણ કરવા ભાર મુકાયો છે.

હાલમાં થઇ ગયેલા કચરાના ડુંગર ડ્રીમસીટીમાંથી દેખાઇ આવે છે. જેથી આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવેલ ડાયમંડ બુર્સ પાસેથી કચરાના ડુંગરને તાકીદે નિકાલ કરવા માટે જરૂરી કામગીરી કરવા સ્થાયી સમિતિ પાસે મંજૂરી મંગાઇ છે. શુક્રવારે મળનાર સ્ટેન્ડીંગમાં આ કામ પર નિર્ણય લેવાશે.

3 લાખ રેપીડ ટેસ્ટની કીટ ખરીદવા મંજૂરી મંગાઇ
કોરોનાની ત્રીજી લહેરની સંભવિત અસરની પૂર્વ તૈયારીના ભાગરૂપેે 3 લાખ રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ ખરીદવા માટે સ્થાયી સમિતિ પાસે મંજુરી માંગવામાં આવી છે. પ્રતિ ટેસ્ટ કીટ દીઠ રૂપિયા 8.95 નો લો-એસ્ટ ભાવ આવ્યો છે. છેલ્લે રૂા.18.95ના ભાવે મહિના અગાઉ જ રેપીડ ટેસ્ટની કીટ ખરીદાઇ હતી.

આમ 1 મહિનામાં ભાવ અડધો થઇ જતા પાલિકાને આર્થિક ફાયદો થશે. 2020 જુલાઇમાં પહેલીવાર રેપિડ ટેસ્ટની કીટ રૂા.500ના ભાવે ખરીદાઇ હતી. એક જ વર્ષમાં ભાવ ગગડીને 500થી રૂા.9 થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...