પાલિકાની બેઠક:ઓમિક્રોન મામલે વરાછાની 22 હોસ્પિટલને વ્યવસ્થા કરવા તાકીદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોસ્પિટલના તબીબો સાથે પાલિકાની બેઠક, બેડની ક્ષમતા-દવાનો સ્ટોક જાળવી રાખવા

કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનની દહેશતને પગલે પાલિકા તંત્રએ મંગળવારે વરાછાની 22 હોસ્પિટલના પ્રતિનિધિ તબીબો સાથે આગોતરી તૈયારીઓના ભાગરૂપે તાકીદની બેઠક કરી હતી. જેમાં શહેરીજનોને સારવાર આપી શકાય તે અંગે હોસ્પિટલોની ક્ષમતા તેમજ દવાનો સ્ટોક જાળવી રાખવા ચર્ચા કરાઇ હતી. બેઠકમાં અધિકારીઓએ આગામી સંભવીત થર્ડ વેવ માટે 18 વર્ષથી નાની વયના બાળકોમાં સંક્રમણ ફેલાય તો હોસ્પિટલોમાં વેન્ટીલેટર્સ તેમજ પીડ્યાટ્રીક્સ બેડની પણ પુરતી વ્યવસ્થા કરી સહકાર આપવા અપીલ કરાઇ હતી.

વરાછા ઝોન-એના કાર્યપાલક ઇજનેર તથા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર અમીત દેસાઇની અધ્યક્ષતામાં સવારે 11.30 કલાકે મળેલી બેઠક યોજાઈ હતી. જેમાં તમામને વરાછા વિસ્તારની જનતાને સારવાર આપી શકાય તેની તૈયારીઓ પર ચર્ચા કરાઇ હતી. જો નવા વેરિએન્ટનું ઇન્ફેક્શન વકરે તો તમામ પ્રકારની ઇન્ડોર સુવિધા ધરાવતી હોસ્પિટલોએ પાલિકાને સહકાર આપવા અપીલ કરી હતી. જે અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓએ સંમતિ પણ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...