તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:વાલીની લેખિત સહમતિ હોય તો જ બાળકને શાળામાં બોલાવવા તાકીદ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 23મીથી શરૂ થનારી શાળા પૂર્વે DEO- સંચાલક મંડળની બેઠક
 • પ્રથમ વીક ધો. 9, 10 તો બીજા વીકમાં 11, 12ના છાત્રોને બોલાવાશે

કોરોના કાળના સાત મહિના બાદ આગામી 23 નવેમ્બરથી શાળાઓમાં ધો.9થી 12ના વર્ગો ખોલવાનો નિર્ણય લેવાયો છે ત્યારે કોરોનાની સ્થિતિમાં શાળાઓમાં સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણાધિકારી, શાસનાધિકારી, સુમન સેલ અને સંચાલક મંડળની શુક્રવારે અગત્યની બેઠક મળી હતી.

આ બેઠકમાં જે વાલીઓની લેખિત સહમતિ હશે તે જ બાળકોને શાળામાં બોલાવવા તાકીદ કરવામાં આવી છે. આ માટે દરેક વાલીઓ પાસે સહમતિ પત્રક લેવાશે. આ સહમતિ પત્રકમાં બાળકને કોઇપણ પ્રકારની બિમારી નથી તેવી સહમતિ લેવાશે. શાળા શરૂ થાય તો માત્ર શિક્ષણની જ પ્રવૃત્તિ કરવામાં આવે અને અન્ય એક્ટિવીટી નહિં કરાવવા ઉપર પણ ભાર મુકાયો છે. શાળાઓમાં આવનાર તમામ વિદ્યાર્થીઓનું તાપમાન, ઓકિસજન નું ચેકિંગ કરવા સાથે વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવા પણ જણાવાયું હતું. સંચાલક મંડળ તરફથી પાલિકા જ બાળકોના હેલ્થના ચેકઅપ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ કરાઇ હતી. પહેલા વીકમાં એક દિવસ ધો.9 અને એક દિવસ ધો.10ના વિદ્યાર્થીઓને ભણાવાશે. જ્યારે બીજા વીકમાં ધો.11 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે. વર્ગમાં 30 ટકાથી વધુ સંખ્યા થાય તો જ ઓફલાઇન ભણાવાશે નહિંતર ઓનલાઇન એજ્યુકેશન યથાવત રાખવા મુદ્દે પણ ચર્ચા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો