• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Urban Development Minister Visits Shelter Home For People Sleeping On Sidewalks In Surat And Gets Details Of Arrangements

નિરીક્ષણ:સુરતમાં ફૂટપાથ પર સૂતા લોકો માટે તૈયાર થયેલા શેલ્ટર હોમની શહેરી વિકાસ મંત્રીએ મુલાકાત લઈને વ્યવસ્થાની વિગતો મેળવી

સુરત16 દિવસ પહેલા
શહેરમાં બનેલા શેલ્ટરની વ્યવસ્થાને બિરદાવતા મંત્રીએ રાજ્યભરમાં આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા કહ્યું હતું.
  • ગોરાટ વિસ્તારમાં 1100 લોકો માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે

સુરત શહેરના ફૂટપાથ ઉપર એક પણ ભિક્ષુક ન સૂવે તેના માટેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. અંદાજે 1100 કરતાં વધારે ભિક્ષુકો અને પોતાના મકાન વગર માત્ર ફૂટપાથ ઉપર સૂતા લોકો માટે ધીમે ધીમે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 700 કરતાં વધારે ભિક્ષુકોને રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગોરાટ અને સ્મીમેર હોસ્પિટલની બાજુમાં ભિક્ષુકો માટે સેન્ટર હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂવા માટે અને રહેવા માટેની વ્યવસ્થા સારી કરવામાં આવી છે.
સૂવા માટે અને રહેવા માટેની વ્યવસ્થા સારી કરવામાં આવી છે.

શેલ્ટર હોમમાં બાળકો માટે અલગ વ્યવસ્થા
સુરત શહેર ઔદ્યોગિક નગરી હોવાથી અહીં અન્ય રાજ્યના પણ ઘણા લોકો આવતા હોય છે. કોર્પોરેશન દ્વારા પ્રાપ્ત કરાયેલી વિગતો મુજબ અન્ય રાજ્યના લોકો પણ અહીં ભિક્ષુક તરીકે રહે છે. તેમને પણ યોગ્ય વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશન દ્વારા શેલ્ટર હાઉસમાં જ સ્થાન આપવામાં આવી રહ્યું છે. તેમના માટે યોગ્ય સૂવાની વ્યવસ્થા તેમજ જમવાની અને નાના બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મંત્રીએ શેલ્ટરમાં રહેતા લોકો સાથે પણ વાતચીત કરી હતી.
મંત્રીએ શેલ્ટરમાં રહેતા લોકો સાથે પણ વાતચીત કરી હતી.

શેલ્ટર હાઉસ મોડલરૂપ-મંત્રી
વિનુ મોરડિયા જણાવ્યું કે, સુરતમાં તૈયાર થયેલા હાઉસ સમગ્ર રાજ્ય માટે મોડલ રૂપ છે. આ જ પ્રકારની વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં પણ થવી આવશ્યક છે. શહેરમાં એક પણ વ્યક્તિ ફૂટપાથ ઉપર સૂતેલો કે ભીખ માંગતો જોવા મળવો ન જોઈએ. અહીં મેં જ્યારે મુલાકાત લીધી ત્યારે અન્ય રાજ્યના લોકો પણ અહીં આશરો લેતા હોવાનું જાણવા મળ્યું એક તો પરિવાર સાથે અહીં આશ્રયસ્થાનમાં રહે છે. બાળકો શાળામાં અભ્યાસ કરતા હોવાથી તેમની શાળાની ફી પણ એનજીઓ દ્વારા ચૂકવવામાં આવી રહી છે. ઘણા વર્ષોથી જે લોકો ફૂટપાથ ઉપર રહી રહ્યા હતા તેમને આ સુવિધાને ખૂબ જ આવકારી છે.