દુષ્કાળની સ્થિતિ:ઉકાઈના ઉપરવાસમાં અત્યાર સુધીનો 40 ટકા જ વરસાદ, ડેમની સપાટી રૂલ લેવલ 335થી સાત ફૂટ ઓછી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં વરસાદના અભાવે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં વરસાદના અભાવે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.(ફાઈલ તસવીર)
  • ડેમમાં 800 ક્યૂસેક પાણીની આવક સામે તેટલો જથ્થો છોડાઈ રહ્યો છે

દુષ્કાળની સ્થિતિ

દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ એવા ઉકાઈ ડેમના ઉપરવાસમાં અત્યાર સુધી પર્યાપ્ત વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે. ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તાર ઉપરવાસમાં ગત વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં માત્ર 40 ટકા વરસાદ નોંધાયો છે ઉકાઈ ડેમની શનિવારે 12 વાગ્યે 328.81 ફૂટ સપાટી નોંધાઇ છે. જે રૂલ લેવલથી સાત ફૂટ ઓછી છે.જ્યારે જળાશયમાં 800 ક્યુસેક પાણીની આવક સામે એટલો જ જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.

હથનુર ડેમમાંથી ઉકાઈમાં પાણી આવે છે
ઉકાઈ ડેમના આધારભૂત સૂત્રો મુજબ ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશનોમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તમામ ૫૨ ગેજ સ્ટેશનનો મળીને માત્ર 701 ઈંચ વરસાદ નોંધાયો છે. ઓગસ્ટના અંત સુધીમાં બધા જ ગેજ સ્ટેશનનો સરેરાશ માત્ર 14 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમની સવારે 9 કલાકે 210. 910 મીટર સપાટી નોંધવામાં આવી છે. સામે 3955 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

વરસાદના અભાવે ડેમની સપાટી ઓછી
પ્રકાશા ડેમ માં સવારે 10 કલાકે 108.60 મીટર સપાટી નોંધવામાં આવી છે જ્યારે ડેમમાંથી સવારે 6:30 કલાકે 18,867 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જે સૂત્રોના કહેવા મુજબ બપોર બાદ ઉકાઇ જળાશયમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સપ્ટેમ્બર માસમાં વરસાદ નહીં નોંધાય તો ડેમની સપાટી નું રૂલ લેવલ 335 ફૂટ રાખવામાં આવ્યું છે જે આંબી શકે તેવી સ્થિતિ નહિવત છે હાલે ડેમની સપાટી રૂલ લેવલથી સાત ફૂટ ઓછી હોવાનું જાણવા મળે છે.