તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:હોળીમાં બેખોફ ટોળા, આજે ધૂળેટી સુપરસ્પ્રેડર બની શકે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદની જેમ વોટર મીટરના કનેક્શન કાપવા જેવા કડક પગલાંને સ્થાને કમિશનરની ગાઈડલાઈન પાલનની અપીલ

શહેરમાં કોરોનાનું સંકટ છે નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે હોળી અને ધૂળેટીના તહેવારમાં પરિસ્થિતિ વધુ વણસે તેમ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની જેમ વોટર મીટરના કનેક્શન કાપવા જેવા કડક પગલાંને સ્થાને પાલિકા કમિશનરે માત્ર ગાઈડલાઈનનું પાલન કરવા જેવી અપીલ જ કરી છે. ત્યારે હોળીમાં ઠેરઠેર લોકોના ટોળા ભેગા થયા હતા. તેમ ધૂળેટીમાં પણ તંત્રના નરમ વલણને લઇને સ્થિતિ કાબૂ બહાર જાય તેમ છે.પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી હતી કે, હોળી-ધૂળેટી પર્વ માટે સરકારની ગાઈડ લાઈન આવી છે.

તેનુ સૌ પાલન કરે, ‘હોળી-ધુળેટીના પર્વમાં કોવિડ હાઇજીનનું પાલન કરવું હોળી પ્રગટાવતી વખતે ઓછા લોકો એકઠાં થઈ સોશિયલ ડિસ્ટન્સિંગનાં પાલન સાથે પૂજા કરીએ અને કોન્ટેક્ટ લેસ ધુળેટીને પ્રોત્સાહન આપી આપણા પરીવારનું રક્ષણ કરીએ.’ જોકે, પાલિકા કમિશનરની આ અપીલ છતાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ઠેરઠેર હોળી પ્રગટતા મહિલાઓ અને પુરુષોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી. કાયમની જેમ લોકોના ટોળેટોળાં દર્શન કરવા પ્રદક્ષિણા માટે ભેગા થતાં જ રહ્યા હતા.

માસ્ક સોશ્યલ ડિસ્ટન્સીગ કોવિડના નિયમો ભૂલાઇ ગયા હતાં. ઉલ્લેખનીય છેકે, છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં તિવ્ર ગતિએ વધારો નોંધાયો છે. લોકો પણમાં કયાય ગંભીરતા જોવા મળતી નથી. ઉપરથી પાલિકાએ પણ કડક પગલા ઉઠાવ્યા નથી.

નિયમનું પાલન કરવામાં બેદરકારી દાખવી
ગયા વર્ષે હોળી ગયા બાદ તો કોરોનાનો વિસ્ફોટ થયો હતો આજે હોળી માં પણ પાલિકા-પોલીસ ગત અનુભવે પણ નિયમ પાલન નહીં કરાવતા નવો સ્ટ્રેન હોય સંક્રમણની ઝડપ હવે ઘણી વધી જાય તેમ કહેવાય રહ્યું છે.

144 કલમ લાગુ હોય કાર્યવાહી કરશે
​​​​​​​પાલિકાએ માત્ર અપીલ કરી છે અને ફોજદારી નિયમોના પાલનની જવાબદારી પોલીસ પર હોવાનું જણાવી રહી છે. 144 કલમ લાગુ હોય પોલીસ ધૂળેટીમાં વધુ લોકો ભેગા થયા તો કાર્યવાહીની જવાબદારી પોલીસની છે. નિયમોનું ઉલ્લંઘન થશે તો પોલીસ 144 હેઠળ પગલાં લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો