જીવદયા પ્રેમીની અનોખી પહેલ:250 ગ્રામ દોરીના ગૂંચળા સામે અનલિમિટેડ ભોજન

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના જીવદયા પ્રેમીની અનોખી પહેલ

ઉતરાયણમાં પતંગ ઉડાડીને લોકો ઉત્સવ ઉજવે છે પરંતુ અનેક પક્ષીઓનાં મોત થાય છે, ત્યારે વરાછાની કેસરી-11 સંસ્થાએ પક્ષીઓ માટે અનોખી પહેલ શરૂ કરી છે. 250 ગ્રામ દોરીનું ગુંચળુ લાવીને આપનારને અનલિમિટેડ ભોજન અપાશે. દોરીના નાના ગુચળા લાવનાર બાળકોને ચોકલેટ અને કેક જેવી ગિફ્ટ પણ અપાશે.

100 કુપન બનાવી: હાલ અનલિમિટેડ ભોજન માટે 100 કુપન બનાવી છે. સંખ્યા વધશે તો કુપન પણ વધારાશે.
લોકોનો પણ જીવ બચશે : દોરીથી માત્ર પક્ષીઓ જ નહીં પણ લોકોના પણ જીવ બચી શકશે. ઉતરાયણ પછી ઘણા દિવસો સુધી રોડ અને ઝાડ પર દોરી રહે છે. સંસ્થાના પાર્થ પટેલે કહ્યું કે, ‘અત્યાર સુધીમાં કુતરાને લાડુ, ગાયને ઘાસ ખવડાવવા જેવી પ્રવૃતિ થાય છે. લોકોને જાગ્રૃત કરવા હવે આ પ્રવૃતિ પણ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...