શક્યતા:સાણંદના પ્રેસમાંથી પેપેર પ્રિન્ટ ન કરાવવા યુનિવર્સિટીની વિચારણા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ચકચારી પેપર કાંડ બાદ સત્તાધિશો મુઝવણમાં
  • આગામી 22મીની સિન્ડિકેટમાં​​​​​​​ નિર્ણય લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગીની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાણંદ પાસેના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ફુટ્યું હતું. જેથી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના ફાઇનલ સેમેસ્ટરના પેપર આ પ્રેસમાં પ્રિન્ટિંગ નહીં કરાવવાના મૂડમાં છે. સૂત્રોએ જણાવ્યું કે, યુનિવર્સિટીએ તાત્કાલિક પ્રિન્ટિંગનું કામ અટકાવ્યું છે તેમજ પેપર પ્રિન્ટિંગનું કામ અન્ય કોઈ પાસે કરાવવું કે કેમ તે મામલે 22 ડિસેમ્બરની સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવાશે.

નર્મદ સહિતની રાજ્યની મોટાભાગની સરકારી યુનિવર્સિટી સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપરો પ્રિન્ટિંગ કરાવે છે. જોકે, સરકારે આ પ્રેસને હજી પણ બ્લેક લિસ્ટ ન કરાતા યુનિવર્સિટીઓના પરીક્ષા વિભાગના અધિકારીઓ મુઝવણમાં મૂકાયા ગયા છે.

યુનિવર્સિટી આ નિર્ણય લઇ શકે: યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષાના અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સોના ફાઇનલ સેમેસ્ટરના પેપરો સાણંદની પ્રિન્ટિંગ પ્રેસ પાસે પ્રિન્ટિંગ કરાવવા કે નહીં? તે મામલે સિન્ડિકેટ સ્ટેટ હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પુછશે. એ સાથે ગુજરાત સરકાર કોઈ નોટિફિકેશન જાહેર કરશે તો તે મુજબ કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...