તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ-IOSની એપ બનાવતા શીખશે, કોમ્પ્યુટર સાયન્સનો સિલેબસ બદલાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બીસીએસ, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ, એમએસસી કોમ્પ્યુટર સાયન્સ, એમએસસી આઇટી અને એમસીએનો સેકન્ડ યરનો સિલેબસ બદલ્યો છે. યુનિવર્સિટી આ કોર્સના વિદ્યાર્થીઓને આઇઓએસ અને એંડ્રોઇડ એપ, વેબ ડિઝાઇન, પાયથન, ડેટા સાયન્સ અને એનાલિસિસ જેવા ટોપિક ભણાવશે.

નવા ટોપિક્સ ઉમેરવામાં આવ્યા
યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. સ્નેહલ જોષીએ જણાવ્યું હતું કે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સના બીજા વર્ષના સિલેબસમાં ફેરફાર કરાયો છે. નવા ટોપિક ઉમેરાયા છે. જેથી વિદ્યાર્થીઓને રોજગારી મેળવવામાં સરળતા રહે. અંડર ગ્રેજ્યુએટના કોર્સ એટલે કે, બીસીએ અને બીએસસી કોમ્પ્યુટર સાયન્સમાં વેબ ડિઝાઇનિંગ, એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન, પાયથન, ડેટા એનાલિસિસ અને ડેટા સાયન્સ જેવા ટોપિક એડ કરાયા છે.

ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ એમ એસસી આઇટી, એમએસસી કોમ્પ્યુટર સાયન્સ અને એમસીએમાં એડવાન્સ મોબાઇલ કોમ્પ્યુટિંગ, એન્ડ્રોઇડ અને આઇઓએસ મોબાઇલ એપ્લિકેશન, ડેટા એનાલિસિસ અને સાયન્સ જેવા ટોપિક એડ કરાયા છે. હાલ માર્કેટમાં કંપનીઓ આ અભ્યાસને મહત્વ આપે છે. નવા અભ્યાસક્રમથી 15 હજાર વિદ્યાર્થીઓને રોજગારી મેળવવામાં ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...