વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક રાજકારણે યુનિવર્સિટીની ઘોર ખોદી નાખી છે. એક વખત હર્યુભર્યુ લાગતું યુનિવર્સિટીનું કેમ્પસ હવે સુકું અને ઝાડી ઝાંખરાવાળું બની ગયું છે. કારણે યુનિવર્સિટી તંત્ર દ્વારા કેમ્પસનું ધ્યાન જ રાખવામાં આવતું નથી.
યુનિવર્સિટી કેમ્પસમાં વર્ષ 2011માં સરકારના સામાજીક વનીકરણ વિભાગ અને યુનિવર્સિટીના સહયોગથી મોટા વિસ્તારમાં વનીકરણ કરાયું હતું. આ માટે દાતા દ્વારા દાન અપાયંુ હતું. આ વિસ્તારમાં વાંસ સહિતના સેંકડો વૃક્ષોને ઉગાડવામાં આવ્યા હતા. તેની વીર નર્મદ વાટિકા (નક્ષત્ર વન) નામ અપાયું હતું. યુનિવર્સિટી કેમ્પસમાં આ વિસ્તારમાં આવો તો વન જેવી અનુભૂતિ થતી હતી. તો વિદ્યાર્થીઓ તાપના સમયે આ વનમાં બેસીને ઠંડક અનુભવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી.
ગ્રીન ઓડિટ કરાવાયું
યુનિ. ગ્રીન કેમ્પસ બનાવવા ગ્રીનરીના પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે ગ્રીન ઓડિટ કરાવાયું છે. જેમાં કેમ્પસમાં રહેલા ઝાડ, છોડ તેમાંથી મળતુ ઓક્સિજન તથા નવા કયા વૃક્ષો રોપવા વગેરે માહિતી મળી શકે છે.
5 વર્ષથી ધ્યાન ન અપાયું
કેમ્પસમાં બનાવવામાં આવેલા વન પ્રત્યે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી હતી. જેના કારણે યુનિવર્સિટીમાં બાગ અને વૃક્ષોના જતનનું છેલ્લા પાંચેક વર્ષથી ન થતું હોવાના કારણે આ વન સુકાઇ ગયું હતું.
વનીકરણ માટે સતત પ્રયાસ ચાલી રહ્યા છે
વનીકરણ તરફ ધ્યાન ન આપવાથી કેટલોક વિસ્તાર સુકાઈ ગયો છે. જોકે, જૂના વૃક્ષો હજુ છે. આ વનને લીલુ કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. તળાવ બનાવી દેવાયા છે. છોડ ઉછેર માટે પ્રાકૃતિક ખાતર જે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં બનાવાય તેનો ઉપયોગ કરાય છે. 3-4 મહિનામાં ફરી કેમ્પસ લીલુછમ કરી નાખવા પ્રયાસો છે. > કિશોરસિંહ ચાવડા, કુલપતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.