વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના 48 કોર્સોની સોમવારે ઓનલાઇન મોક ટેસ્ટ હતી. પણ ઓનલાઇન મોક ટેસ્ટ લેનારી એજન્સીએ વિદ્યાર્થીઓને આઇડી પાસવર્ડ નહીં ઇ-મેલ કે મેસેજ નહીં કરતા 42 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા એક કલાક મોડી ચાલી હતી. અંડર ગ્રેજ્યુએટના એકથી પાંચ સેમેસ્ટરની તથા પોસ્ટ ગ્રેજ્યુએટના એકથી ત્રણ સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તે માટે બે બે મોક ટેસ્ટ લેવાનો નિર્ણય કરયો હતો.
દરમિયાન 2 ઓગસ્ટે અંડર-પોસ્ટ ગ્રેજ્યુએટના 48 કોર્સના એકથી પાંચ સેમેસ્ટરની પહેલી મોક ટેસ્ટ હતી અને તે મોક ટેસ્ટ 42 હજાર જેટલા વિદ્યાર્થીઓ અપાવવાના હતા. પરંતુ ઓનલાઇન પરીક્ષાલેનારી એજન્સીએ વિદ્યાર્થીઓને આઇડી પાસવર્ડ જ ઇ-મેલ કે પછી મેસેજ કરવાનું ભૂલી ગઈ હતી. જેથી વિદ્યાર્થીઓ અટવાય પડયા હતા. આ વાતની જાણ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને થતા તેમણે તાકિદે એજન્સીનો સંપર્ક કરી વિદ્યાર્થીઓને આઇડી-પાસવર્ડ ઇ-મેલ અને મેસેજ કરાવ્યા હતા.
ઘણા વિદ્યાર્થીઓ આઇડી-પાસવર્ડ લેવા માટે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ ખાતે પણ પહોંચી ગયા હતા. આ મોક ટેસ્ટ બે સેશનમાં હતી અને એ બપોરના બેથી ચારની જગ્યાએ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 10 જૂનની પહેલી મોક ટેસ્ટમાં પણ વિદ્યાર્થીઓ અટવાયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.