તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ફ્રા:પાંડેસરા GIDCના એકમોને 23ને બદલે હવે રૂપિયા 29 પ્રતિ 1 હજાર લીટરના દરે પાણી મળશે

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત મહાનગર પાલિકા પાંડેસરા જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોને આપવામાં આવતા પાણી પુરવઠાના દરમાં પ્રતિ કિલો લીટર રૂ.6નો વધારો કરી રૂપિયા 29 પ્રતિ કિલો લીટર કરવા જઇ રહી છે. એ સાથે જ ખટોદરા જીઆઇડીસીના એકમોને પણ આ જ દરે પાણીનો ચાર્જ વસુલવા માટે સ્ટેન્ડિંગ કમિટી પાસે મંજૂરી માંગવામાં આવી છે.

વર્ષ 2011થી સુરત મહાનગર પાલિકા દ્વારા પાંડેસરા જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોને નળજોડાણોથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. નાણાકીય વર્ષ 2013-14થી પાલિકા રૂ.23 પ્રતિ કિલો લીટર (1000 લીટર)ના દરે પાણી પુરવઠો આપે છે. ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ દ્વારા ઔદ્યોગિક એકમોને પખવાડીક દિવસોમાં પૂરા પડાતા પાણી પુરવઠાના ભાવમાં પ્રતિ વર્ષ બેઝિક દરમાં 10 ટકા લેખે વધારો કરવાની જોગવાઇ કરી છે. હવે પાલિકા ઐદ્યોગિક વપરાશ માટે પાણી પુરવઠો રૂ.29 પ્રતિ કિલો લીટર દીઠ કરવા જઇ રહી છે. પાલિકા કનેક્શન સાઇઝ મુજબ પ્રતિદિન લીટરના જથ્થાના આધારે પાણીનો ચાર્જ વસુલાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો