• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Unique Scheme To Promote Vaccination Of Surat Municipality, One Liter Of Oil Will Be Given To Second Dose Takers At All Centers From Tomorrow.

વેક્સિન સાથે તેલ ફ્રી:સુરત પાલિકાની રસીકરણને પ્રોત્સાહન આપવા અનોખી સ્કીમ,આવતીકાલથી તમામ સેન્ટર ઉપર બીજો ડોઝ લેનારને એક લિટર તેલ અપાશે

સુરત4 દિવસ પહેલા
વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દેખાતા પાલિકાએ નવો માર્ગ અપનાવ્યો છે.
  • છ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવાથી સ્કીમ શરૂ કરાઈ

સુરતના લોકોમાં વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દેખાઈ રહી છે. ત્યારે તેમને આકર્ષવા માટે પાલિકાએ અનોખી સ્કીમ શરૂ કરવા જઇ રહી છે. સુરત શહેરમાં જેમણે બીજો ડોઝ લીધો નથી તેમને આવતીકાલથી વેક્સિનનો બીજો ડોઝ વહેલા તે પહેલાના ધોરણે લેશે તો તેમને એક લિટર જેટલું તેલ વિનામૂલ્યે આપવામાં આવશે. છ લાખ જેટલા લોકોએ હજુ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. તેઓને હવે રસીકરણ કેન્દ્ર સુધી લાવવા માટે કોર્પોરેશને નવી સ્કીમ શરૂ કરી છે.

એનજીઓ સાથેના સંકલનમાં તેલ વિતરણની કામગીરી થઈ રહી છે.
એનજીઓ સાથેના સંકલનમાં તેલ વિતરણની કામગીરી થઈ રહી છે.

પાલિકા દ્વારા પ્રયાસ
સુરત કોર્પોરેશન દ્વારા રાજ્યમાં સૌથી પહેલા પહેલો ડોઝ આપવા માટેની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે.દિવાળી બાદ કોરાના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે તેવી ચિંતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા નોક ટુ ડોરથી લઈને અનેક પ્રયાસો કરવામાં આવ્યાં છે. જોકે બીજા ડોઝ લેવામાં લોકો એટલા ઉદાસીન દેખાઈ રહ્યા છે કે, અનેક પ્રયાસો કરવા છતાં પણ તેને વેગ મળી રહ્યો નથી. વિશેષ કરીને સુરત શહેરમાં લિંબાયત અને ઉધના ઝોનની અંદર બીજા ડોઝ લેનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ વિસ્તારના લોકો ઝડપથી વેક્સિનેશન સેન્ટર ઉપર પહોંચે તેવા પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સ્ટોક હશે ત્યાં સુધી રસી લેનારાને તેલની બોટલ આપવામાં આવશે.
સ્ટોક હશે ત્યાં સુધી રસી લેનારાને તેલની બોટલ આપવામાં આવશે.

એનજીઓ થકી તેલ અપાશે
આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરએ જણાવ્યું કે, એક એનજીઓ સાથે સંકલન કર્યા બાદ નિર્ણય કર્યો છે કે, આવતીકાલથી જે વેક્સિનનો બીજો ડોઝ લેશે તેમને એક લિટર તેલ વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યાં સુધી અમારી પાસે તેલનો જથ્થો ઉપલબ્ધ હશે, ત્યાં સુધી બીજો ડોઝ લેનારાઓને એનજીઓ થકી તેલ આપવામાં આવશે. જેટલા સ્ટોકમાં હશે એટલા લોકોને આપવાનો નિર્ણય કર્યો છે. અમારો હેતુ એટલો જ છે કે વેક્સિનેશનની કામગીરી ઝડપથી થાય તે જરૂરી છે. એનજીઓ દ્વારા જેટલા પ્રમાણમાં અમને તેલનો જથ્થો ઉપલબ્ધ કરાવશે એટલા ડોઝ પ્રમાણે અમે દરેક વ્યક્તિને આપવાનો પ્રયાસ કરીશું. વેક્સિન લેવા માટે એક પ્રકારે અમે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. સાથે એનજીઓ પણ આ બાબતે ગંભીરતાથી અને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને આગળ આવી છે.

વહેલા તે પહેલાના ધોરણે તેલ અપાશે
પાલિકાએ બીજા ડોઝ માટે વંચિત 6,42,800 લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાહેર કરેલી તેલ ફ્રીની સ્કીમને પગલે કુલ 78 રસી કેન્દ્રો પૈકી ઘણા સ્થળે વ્યવસ્થા બગડે તેવી ભીતિ સેવાઇ રહી છે. સૂત્રોએ કહ્યું કે, સેકન્ડ ડોઝ માટે વંચિત લાભાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સ્કીમનો લાભ દરેકને મળી શકે તેમ નથી. મદદરૂપ થયેલી સંસ્થાએ દોઢથી બે લાખ તેલના પાઉચનો જ સહયોગ કર્યો છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે સ્કીમનો લાભ લઇ શકાશે. આ સ્કીમ સ્ટોક રહેશે ત્યાં સુધી જ મર્યાદિત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.