તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:લોકડાઉનમાં માનસિક તણાવ દૂર કરવા અનોખો પ્રયોગ, ક્લબના 40 સભ્યોએ ઓનલાઇન ક્વોરન્ટીન કેપ ડાન્સ કર્યો

સુરત9 મહિનો પહેલા
પોતાની કેપ એકબીજાને શેર કરી ડાન્સને અંતાક્ષરીની જેમ આગળ વધારી
 • ક્લબના સભ્યો કોરોના કેપને એકબીજાને શેર કરી રહ્યા છે
 • અનોખા પ્રયોગને સોશિયલ મીડિયામાં ખુબ જ આવકાર મળ્યો

એસોસિએશન ઓફ એલાઇન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા લોકડાઉન દરમિયાન ઘરમાં સુરીક્ષિત રહી માનસિક તણાવ દૂર કરવાનો એક આનોખો પ્રયોગ હાથ ધરાયો છે. આ ક્લબના 40 સભ્યોએ ઓનલાઇન ક્વોરન્ટીન કેપ ડાન્સ કરી બનાવેલો વીડિયો આજે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ખૂબ જ અનોખી રીતે કરાયેલા વીડિયો એડીટિંગમાં ગીત સાથે ડાન્સ કરતા તમામ સભ્યો પોત પોતાની કેપ એકબીજાને શેર કરી ડાન્સને અંતાક્ષરીની જેમ આગળ વધારી રહ્યા છે. ફિલ્મના ગીત પર મનોરંજન લઈ માનસિક તણાવ મુક્ત થવાના આ પ્રયોગને સોશિયલ મીડિયામાં ખુબ જ આવકાર મળી રહ્યો છે. 

ક્વોરન્ટીન કેપ ડાન્સમાં 25થી 45 વર્ષની મહિલાઓ પણ જોડાઈ

250થી વધુ સભ્યોની ક્લબના આ સભ્યોએ અગાઉ ઓનલાઇન યોગા કાર્યક્રમ પણ કરી ઘરમાં રહો સુરક્ષિત રહોની અપીલ સાથે એક સંદેશો આપ્યો હતો. મનપસંદ ગીત પર કેપ ડાન્સ કરી માત્ર 15 સેકન્ડમાં જ માનસિક તણાવથી મુક્ત થવાનો એકમાત્ર રસ્તો હોવાનું ડિસ્ટ્રીક ગવર્નર બીનાબેન ભગત કહી રહ્યા છે. આ ગૃપમાં વકીલ, કરીયોગ્રાફર, સીએ સહિત અનેક પ્રોફેશનલ લોકો જોડાયા છે. આ પ્રવૃત્તિ ને ક્વોરન્ટીન કેપ ડાન્સનું નામ અપાયું છે. આ ડાન્સમાં જોડાયેલી તમામ સુપર મોમ 25થી 45 વર્ષની મહિલાઓ હોવાનું બીનાબેને કહ્યું છે. લગભગ 10 વર્ષ જૂની આ સંસ્થા દ્વારા અનેક આવા કાર્યક્રમો દ્વારા સભ્યોને માનસિક તણાવ મુક્ત કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો