• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Union Minister Piyush Goyal And Darshana Jardosh Attended Various Programs, Distribution Of Aid And Educational Kits To Disabled Children.

PMના જન્મ દિવસની ઉજવણી:સુરતમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને દર્શના જરદોષે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી, દિવ્યાંગ બાળકોને સાધન સહાય અને શૈક્ષણિક કિટનું વિતરણ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અન્યોના કલ્યાણ માટે સેવાનુ દાયિત્વ નિભાવવારા સૌ કોઈને મંત્રીએ શુભકામના પાઠવી હતી. - Divya Bhaskar
અન્યોના કલ્યાણ માટે સેવાનુ દાયિત્વ નિભાવવારા સૌ કોઈને મંત્રીએ શુભકામના પાઠવી હતી.
  • ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત ઉમરાની દિવ્યાંગ શાળા ખાતે બાળકોને સાધન સહાય અને શૈક્ષણિક કિટનું વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિન નિમિત્તે કેન્દ્રીય કાપડ, વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા. સુરત શહેરના ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સંચાલિત ઉમરાની દિવ્યાંગ બાળકોની શાળા ખાતે 71 બાળકોને સાધન-સહાય તથા શૈક્ષણિક કિટનુ વિતરણ તથા કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ગોયલે જણાવ્યું કે, ભારતભરમાં વડાપ્રધાનના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દિવ્યાંગજનોની સેવા એ ઈશ્વરીય કાર્ય છે. પોતાના માટે નહી પણ અન્યોના કલ્યાણ માટે સેવાનુ દાયિત્વ નિભાવવારા સૌ કોઈને મંત્રીએ શુભકામના પાઠવી હતી.

મહારાજા અગ્રસેન ભવન ખાતે મેગા વેક્સિનેશન કેમ્પની મુલાકાત
કેન્દ્રીય કાપડ, વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે મહારાજા અગ્રસેન ભવન ખાતે મેગા વેક્સિનેશન કેમ્પમાં હાજરી આપી સુરત શહેરમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, અગ્રણીઓ, મહાનગરપાલિકાના સહયોગથી થઈ રહેલા વેક્સિનેશનની કામગીરીને બિરદાવી હતી. સુરત શહેરમાં 100 ટકા વેકસીનની કામગીરી પૂર્ણ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મહારાજા અગ્રસેન ભવન ખાતે મેગા વેક્સિનેશન કેમ્પની મુલાકાત.
મહારાજા અગ્રસેન ભવન ખાતે મેગા વેક્સિનેશન કેમ્પની મુલાકાત.

કેન્દ્રીય મંત્રીઓ અને ઉદ્યોગકારો વચ્ચે ઇન્ટરેકટીવ સેશનનું યોજાયું
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પ્લેટીનમ હોલ ખાતે ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ તથા કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશનમાં સુરતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોએ હાલની જરૂરિયાતો તથા આગામી સમયમાં વ્યાપાર-ઉદ્યોગ નવી ઉચાઈઓ સર કરવા અંગેના જરૂરી સુચનો કર્યા હતા.

કેન્દ્રીય મંત્રીઓ અને ઉદ્યોગકારો વચ્ચે ઇન્ટરેકટીવ સેશનનું યોજાયું.
કેન્દ્રીય મંત્રીઓ અને ઉદ્યોગકારો વચ્ચે ઇન્ટરેકટીવ સેશનનું યોજાયું.

ઉદ્યોગકારોને ઈન્ડસ્ટ્રીઝને લગતા પ્રશ્નો હશે તો તેનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે
કેન્દ્રિય મંત્રીશ્રી ગોયેલે જણાવ્યું હતું કે, ભારત આત્મનિર્ભર બને તે દિશામાં પ્રધાનમંત્રી અથાગ પ્રયાસો કરી રહ્યા છે. આજે ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે રૂબરૂ સંવાદના માધ્યમથી તેઓના પ્રશ્નો જાણવા મળ્યા છે. આગામી સમયમાં તેનો યોગ્ય ઉકેલ લાવીને ભારતની ઈકોનોમીને વધુ સુદ્ઢ બનાવવાના સંભવિત તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. ભારત દેશમાં શ્રેષ્ઠ કવોલિટી વાળી વસ્તુઓના ઉત્પાદિન થકી ગ્લોબલ માર્કેટમાં એક્ષ્પોર્ટ થાય તે દિશાના પ્રયાસો સરકાર કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉદ્યોગકારોને ઈન્ડસ્ટ્રીઝને લગતા પ્રશ્નો હશે તો તેનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે.આ પ્રસંગે ઉદ્યોગકારોએ એન્ટીડમ્પીંગના પ્રશ્નો, ઉમરગામમાં રેલ્વેની સુવિધા ઉપલબ્ધ કરાવવા, નેટ ફેબ્રીકસનો વિકાસ વધારવા, ફોરેન ટ્રેડ પોલીસી, એકસપોર્ટ મિત્રાની સ્થાપના, પ્લાસ્ટીક પાર્ક બનાવવા, એપેરલ પાર્ક સહિતના પ્રશ્નો અંગે કેન્દ્રીયમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો.

સરસાણા કન્વેશન સેન્ટર ખાતે આયોજીત વેક્સિનેશન કેમ્પની મુલાકાત.
સરસાણા કન્વેશન સેન્ટર ખાતે આયોજીત વેક્સિનેશન કેમ્પની મુલાકાત.

સરસાણા કન્વેશન સેન્ટર ખાતે આયોજીત વેકસીનેશન કેમ્પની મુલાકાત
કોરોનાને નાબુદ કરવા માટે એક માત્ર રામબાણ ઇલાજ કોરોના વેક્સિન છે. દરેક નાગરિકોને કોરોના વેક્સિન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર-જિલ્લામાં મોટી સંખ્યામાં મેગા કેમ્પોથકી લોકોને રસીકરણથી રક્ષિણ કરવામાં આવ્યા હતા. જેમાં સરસાણા કન્વેનશલ હોલ ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વેકસીનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કેમ્પની કેન્દ્રીય કાપડ, વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા રેલ્વે અને ટેક્ષટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશે મુલાકાત લીધી હતી.