ભુખ્યાને ભોજન:સુરતમાં હિન્દુ-મુસ્લિમ એકતા યુવક મંડળની લોકડાઉનમાં જરૂરીયાતમંદોને જમાડવાની અવિરત સેવા યથાવત

સુરત3 વર્ષ પહેલા
લોકડાઉનમાં શરૂ કરાયેલા રસોડામાંથી હિન્દુ મુસ્લિમ એકતા મંડળ દ્વારા સતત જમાડવાની સેવા ચાલુ છે
  • દાંડી મોહલ્લા ઝુપડપટ્ટીમાં ભોજનની સેવા
  • લોકડાઉનમાં જમાડવાની અવિરત સેવા ચાલુ

સલાબતપુરા દાંડી મહોલ્લા ઝુંપડપટ્ટી વિસ્તારના હિન્દુ- મુસ્લિમ એકતા યુવક મંડળ દ્વારા સેવાકીય કાર્યો યથાવત રખાયા છે. કોરોના મહામારીમાં લોકડાઉન વચ્ચે જરૂરીયાતમંદોને દરરોજ ફુડ પેકેટ અપાઈ રહ્યાં છે. દિવસમાં બે ટાઈમ ભોજન આપવામાં આવી રહ્યું છે. મંડળ દ્વારા ભોજનની સાથે અનાજની કિટનું વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવી રહી છે.આગામી સમયમાં પણ જરૂરીયાતમંદોની સેવા કરવાનું ચાલુ રહેશે તેમ મંડળ દ્વારા કહેવામાં આવી રહ્યુ છે.

કોઈ ભુખ્યુ ન સૂવે તેની ચિંતા

કોરોના નામના વાયરસે સમગ્ર દેશને હચમચાવી મુક્યો છે.  સાથે સાથે ધંધા-રોજગાર બંધ કરી વેપારીઓથી માંડીને શ્રમજીવીઓ સુધીના તમામ લોકોની હાલત તદ્દન કફોડી બની છે. ત્યારે  સુરતના સલાબતપુરા દાંડી મહોલ્લા ઝુંપડપટ્ટી વિસ્તારના એકતા યુવક મંડળ દ્વારા જયારથી લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુઘીમાં હિન્દુ - મુસ્લિમ સમાજના પ્રવિણભાઈ રાવળ, સુભાષભાઈ પવાર, અજયભાઈ રાઠોડ, મહેબુબ શેખ, બાદશાહ સિદ્દિકી દ્વારા દરરોજ ગરીબોને ભોજનનનું વિતરણ તથા અનાજની કીટનું વિતરણ કરીને અવિતરણપણે સેવાકાર્ય કરી રહયા છે.સાથે એકતા યુવક મંડળ દ્વારા આગામી દિવસોમાં પણ અવિતરણપણે આ સેવા કાર્ય શરૂ રહેશે તેમ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...