• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Unidentified Gunmen Fired 3 Rounds At The Showroom Of Sukharam Jewelers In Sarthana, Surat, The Trader Had To Close The Showroom And Flee.

ફાયરિંગનાં LIVE દૃશ્યો:સુરતના સરથાણામાં સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર અજાણ્યા ઇસમે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, વેપારીએ શો-રૂમ બંધ કરીને ભાગવુ પડ્યું

વડોદરા6 મહિનો પહેલા
સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગ થયું
  • શો-રૂમમાંથી નીકળેલા યુવાનો સામે અજાણ્યા ઇસમે બંદૂક તાકી દીધી હતી

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા ઇસમ દ્વારા જવેલર્સના શો-રૂમના કાચ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. ફાયરિંગની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

જ્વેલર્સ શો-રૂમ પર ફાયરિંગ કર્યું
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ગુરૂવારે સાંજે 7:22 વાગ્યે એક ઇસમ આવી ચઢ્યો હતો અને શો-રૂમ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ સમયે શો-રૂમમાંથી બહાર એક યુવાન બહાર નીકળ્યો હતો. ફાયરિંગ થતું જોઇને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ અન્ય બે યુવાનો શો-રૂમમાંથી બહાર નીકળ્યા હતા અને શો-રૂમ બંધ કરી દીધો હતો. આ સમયે ત્યાંથી નીકળી રહેલા યુવાન પર બંધુક તાકી હતી. અને ફાયરિંગ કર્યું હતું.જોકે, સદનસીબે ગોળી વાગી નહોતી.

શો-રૂમમાંથી નીકળેલા યુવાનો સામે અજાણ્યા ઇસમે બંદૂક તાકી દીધી હતી
શો-રૂમમાંથી નીકળેલા યુવાનો સામે અજાણ્યા ઇસમે બંદૂક તાકી દીધી હતી

ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી 3 ફૂટેલી કારતૂસ પણ મળી આવી છે. હાલ સરથાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફાયરિંગ કરનાર ઇસમની ઓળખ દિશામાં કામ કરી રહી છે. ફાયરિંગથી કાચ નહીં ફૂટતા ફાયરિંગ એરગન જેવા હથિયારથી થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે, ફાયરિંગ ઓરીજનલ ગનથી કે, એર ગનથી થયું એ બાબતે FSLના રિપોર્ટ બાદ જ કહી શકાશે.

ઘટનાસ્થળેથી 3 ફૂટેલી કારતૂસ પણ મળી આવી છે
ઘટનાસ્થળેથી 3 ફૂટેલી કારતૂસ પણ મળી આવી છે

સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરથાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ફાયરિંગ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનાર ઇસમની શોધખોળ શરૂ કરી છે.

ફાયરિંગની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી
ફાયરિંગની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી
વેપારીએ શો-રૂમ બંધ કરીને ભાગવું પડ્યું હતું.
વેપારીએ શો-રૂમ બંધ કરીને ભાગવું પડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...