VNSGUમાં ઉત્તરવહીનું ચેકિંગ પણ ઓનલાઇન થયું હતું. જેમાં 22 વિદ્યાર્થીની ઉત્તરવહીનાં પાના ફાટેલા મળતા તેમને 500 પેનલ્ટી સાથે રિઝલ્ટ જાહેર કરાયું છે.આ યુનિવર્સિટીએ પ્રશ્ન કરતાં વિદ્યાર્થીઓએ કહ્યું હતું તેમણે કાપલી બનાવવા ઉત્તરવહીના પાના ફાડ્યા હતા.
આ વખતે ઉત્તરવહી સ્કેન કર્યા બાદ અધ્યાપકોને મોકલાઇ હતી. સ્કેનિંગ વખતે જ ઉત્તરવહીમાં પાના ફાટેલા મળતા ઓનલાઇન એસેસમેન્ટ કરતી એજન્સીની સ્કેનિંગ ટીમે યુનિવર્સિટીને જાણ કરી હતી. યુનિ.એ ગેરરીતિનો કેસ નોંધ્યો હતો. ફેક્ટે આવા વિદ્યાર્થીઓનું હિંયરિંગ કરતાં તેમણે કબલ્યું હતું કે છેકછાક થવાથી તેમજ કાપલી બનાવવા ઉત્તરવહીના પાના ફાડ્યા હતા.
95% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્ષ લાવ્યા હતા
ઓફલાઇન પરીક્ષામાં 279 અને ઓનલાઇન પરીક્ષામાં 177 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા છે. ઓફલાઇન પરીક્ષામાં 95% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્ષ લઇને અને 4% વિદ્યાર્થી કાપલી, હોલ ટિકિટ પાછળ લખાણ લખીને આવ્યા હતા. 1% વિદ્યાર્થી હાથ પગ પર લખાણ લખીને આવ્યા હતા.
ગેરરીતિ કરતા 90% વિદ્યાર્થીઓ બે મોબાઇલ લાવ્યા હતા
ઓનલાઇન પરીક્ષામાં 177 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા છે. જેમાં 90% વિદ્યાર્થીઓ બે મોબાઇલ લઇને આવ્યા હતા, જ્યારે 10% વિદ્યાર્થીઓ ડબલ સ્ક્રિન રાખીને ગેરરીતિ કરતા પકડાયા હતા. જો કે, આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ રૂ. 500 દંડ સાથે જે તે વિષયનું રિઝલ્ટ રદ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.