સુવિધા:વિદ્યાર્થીઓના પ્રશ્નો મેનેજ કરવા યુનિ. ગ્રીવન્સ સિસ્ટમ શરૂ કરશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ, પરીક્ષા-રિઝલ્ટ વગેરેની ભૂલોમાં કરાતા હોબાળા ઘટશે

પ્રવેશ, પરીક્ષા કે પરિણામ જેવી બાબતોમાં ભૂલ આવે તો વિદ્યાર્થીઓનાં ટોળા યુનિવર્સિટીમાં હોબાળો મચાવતા હોય છે. કર્મચારીઓ પણ વિવિધ મુદ્દે હોબાળો મચાવતા હોય છે. આવા મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન લાવવા કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ ખરીદશે. જે માટે સિન્ડિકેટે 2 લાખ સુધી સુધીનો ખર્ચ કરવાની સત્તા પણ આપી છે. આ સિસ્ટમ યુનિવર્સિટીની પોર્ટલ સાથે જોડાયેલી હશે, જેમાં ફરિયાદો કરવાની રહેશે. યુનિવર્સિટી વાદી-પ્રતિવાદી બંનેને ઓનલાઇન આમને સામને કરશે. પરંતુ ફરિયાદીનો ફેસ દેખાશે નહીં. બંને વચ્ચે વાટાઘાટ કરીને સમાધાન લવાશે. પછી પણ સમાધાન નહીં આવે તો રૂબરૂ બોલાવી વાટાઘાટ કરાવાશે. આખરે બંનેની રજૂઆત સાંભળી નિર્ણય કરાશે.

કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ઘરે મંગાવી શકાશે
દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ઘર બેઠા કુરિયરથી ડોક્યુમેન્ટ્સ મંગાવી શકશે. નવી સિસ્ટમથી વિદ્યાર્થી જે તે ડોક્યુમેન્ટ્સની ઓનલાઇન ફી ભરી શકશે. તે પછી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કુરિયરથી ઘર બેઠા ડોક્યુમેન્ટ્સ પહોંચાડશે.

સમયસર ડોક્યુમેન્ટ્સ મળે તે માટે ચાર્ટર્ડ ફેસેલિટી અપાશે
સમયસર ડોક્યુમેન્ટ્સ મળતા ન હોવાની ફરિયાદના નીકાલ માટે સિસ્ટમમાં સ્ટુડન્ટ્ડ ચાર્ટર્ડ ફેસેલિટી હશે. જેમાં આવી ફરિયાદો મળશે તો તાકિદે કઇ જગ્યા પર ડોક્યુમેન્ટ્સ અટક્યું છે તેની તપાસ કરીને યુનિવર્સિટી વહેલી તકે વિદ્યાર્થી સુધી ડોક્યુમેન્ટ્સ પહોંચાડશે.

અન્ય સમાચારો પણ છે...