તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:કોરોનાની દવા શોધવા યુનિવર્સિટી એક હજાર ઔષધી તપાસશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચનો રિપોર્ટ સરકારને મોકલાવાશે

કોરોનાની અસરકારક દવા શોધી કાઢવા નર્મદ યુનિવર્સિટી અંદાજે એક હજાર જેટલી ઔષધીઓને તપાસશે. એક કોરોના રિસર્ચમાં વાઇરસ પર ઔષધી ખૂબ અસર કરતી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જેને લઈને સરકારે યુનિ.ની માઇક્રોબાયોલોજી લેબને ઔષધીઓ પર રિસર્ચ કરવા જણાવ્યું છે.

માઇક્રોબાયોલોજી લેબે આ કામ શરૂ કર્યું છે. માઇક્રોબાયોલોજી લેબના સૂત્રો કહે છે કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં એક હજાર જેટલી ઔષધીઓ આવી છે. જે ઔષધીઓનો કોરોના વાઇરસ પર પ્રયોગ કરાશે. તે પછી જે રિઝલ્ટ બનશે તેનો રિપોર્ટ બનાવાશે અને તે ગુજરાત સરકારને મોકલાશે.

તુલસી, લીમડો, લીંબુ ઔષધી હોવાનો દાવો
SVNITના એપ્લાઇડ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો. એસ. કે. સાહુ અને રિસર્સ સ્કોલર સેશુ વર્ધાએ એપ્રિલ-2020માં એક રિસર્ચ હાથ ધર્યું હતું. જેમાં કમ્પ્યુટરની મદદથી એક ડેટાબેઝ તૈયાર કર્યો છે. જેમાં ભારતીય પરંપરાગત આર્યુવેદિક ઉપચારાત્મક ઔષધી જેવી તુલસી, લીમડી અને લીંબુ કોરોના વાઇરસને ખતમ કરવામાં સાબિત થઈ શકે છે. તેમના રિસર્ચમાં આવી ઔષધી વાઇરસના જેનેટિક્સમાં ભળી જઇને તેને ધીમે-ધીમે ખતમ કરતા હોવાની વાત જણાય હતી.

અન્ય સમાચારો પણ છે...