તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:પીજીની પ્રવેશ પ્રક્રિયા માટે યુનિ.એ 11 સેન્ટર ઊભા કર્યા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટની પ્રવેશ પ્રક્રિયામાં પેમેન્ટ ફેલ જતા હતા. જેને કારણે યુનિવર્સિટીની એડમિશન કમિટીએ તાકિદે પેમેન્ટ ભરવા માટે 11 કોલેજોમાં પેમેન્ટ સેન્ટર ઊભા કર્યા હતા. યુનિવર્સિટીની એડમિશન કમિટીએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2020-21ના પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સમાં ઓનલાઇન એડમિશનના ફોર્મ ભરતી સમયે પ્રોસેસિંગ ફીમાં સમસ્યા ઊભી થઈ હતી. પ્રોસેસિંગ ફીના 200 રૂપિયા ભર્યા બાદ પેમેન્ટ પેન્ડિંગ અથવા તો પેમેન્ટ ફેલર સિસ્ટમમાં દેખાતી હતી. જોકે, ઘણા વિદ્યાર્થીઓએ વારંવાર પેમેન્ટ કર્યું હોવા છતાં સકસેસ બતાવી રહ્યું નથી. જેથી આવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીથી જાહેર કરાયેલા 11 કોલેજોના પેમેન્ટ સેન્ટર પર જઈને પેમેન્ટ કરી શકશે. પણ પેમેન્ટ સેન્ટર પર વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને આવવાનું રહેશે. તે સાથે ફરજિયાત પણે સેનિટાઇઝર લઈને પણ આવવાનું રહેશે. ઉપરાંત કોવિડ-19ની ગાઈડલાઇનનું પણ પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો