પરીક્ષાની તૈયારી:ઓનલાઇન પરીક્ષા માટે યુનિ. MCQ બેઝ્ડ પ્રશ્ન બેંક બનાવશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરીક્ષાની તૈયારી માટે પ્રશ્ન બેંક છાત્રોને અપાશે
  • તમામ પ્રશ્નો​​​​​​​ એક, બે અને ત્રણ માર્ક્સના હશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકે તે માટે પરીક્ષા વિભાગે પ્રશ્ન બેંક તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ બાદ સિન્ડિકેટે ઓન ડિમાન્ડ એક્ઝામ પોલિસીને મંજૂરી આપી છે. જેમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી શકે છે. ઓનલાઇન પરીક્ષા માટે પેપર તૈયાર કરવામાં પેપર સેટ કરનારને પણ મદદ મળે તેમજ વિદ્યાર્થીઓ પણ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે યુનિવર્સિટીએ પ્રશ્ન બેંક તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.

યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિષય દીઠ અને યુનિટ દીઠ એમસીક્યૂ પ્રશ્ન બેંક બનાવવાની જવાબદારી જે તે બોર્ડના ચેરમેનને સોંપાઈ છે. તેઓ જે તે વિષયના અધ્યાપકો પાસેથી પ્રશ્ન બેંક તૈયાર કરાવશે. આ પ્રશ્ન બેંક વેબસાઇટ પર અપલોડ કરાશે. પ્રશ્ન બેંક તૈયાર થયા બાદ પેપર સેટ કરનારને પણ પેપર બનાવવામાં મદદ મળશે. પ્રશ્ન બેંકમાં એક એક માર્ક્સના એમસીક્યૂ તથા ગણતરી હોય તેવા બે અને ત્રણ માર્ક્સના પણ એમસીક્યુ હશે.

અન્ય સમાચારો પણ છે...