નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં વિદ્યાર્થીઓ એક સાથે 2 ડિગ્રી કોર્સ કરવો હશે તો હાજરીની સાથે ઇન્ટરનલ અને યુનિવર્સિટીની પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. આવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કોઇ અલગથી વ્યવસ્થા કરી આપશે નહીં. 2 ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પાસે બાહેધરી પત્રક લેવાનું રહેશે.
એકેડેમિક કાઉન્સિલે એકેડેમિક વિભાગને બાહેધરી પત્રક બનાવી અગામી બેઠકમાં રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે. ડબલ ડિગ્રી કોર્ષ એટલે કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થી બીકોમનો કરતો હોય અને ગુજરાત યુનિ.માં એક્સર્ટનલમાં બીએ ભણતો હોય એવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.
હવે યુનિવર્સિટીમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશ લેવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ આપવું પડશે નહીં. એસીએ સિન્ડિકેટને ભલામણ કરી છે કે, અન્ય યુનિવર્સિટી કે પછી બોર્ડમાંથી VNSGUમાં એડમિશન આપતા પહેલા વિદ્યાર્થીઓ પાસેથી માઇગ્રેશન સર્ટિફિકેટ અને પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ લેવાતું હોય છે. પણ વિદ્યાર્થીઓની પાસે માર્કશીટ જ લઇ એમની જાણ વિના જ જે તે બોર્ડ કે પછી યુનિવર્સિટીથી વેરિફાઇ કરાય અને સત્યતાની ખાતરી થતાં માઇગ્રેશન મેળવ્યા સિવાય ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવું વધારે યોગ્ય રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.