વીએનએસજીયુએ પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. એવામાં જ જુદા જુદા ઝોન મુજબ ફોર્મ ભરતા વિદ્યાર્થીઓ પાસે જુદી જુદી ફી લેવાય રહી છે. જેથી અલગ અલગ ફી ના લેવાય તેવી માંગ સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ દ્વારા કરાય છે. ડો. ભાવેશ રબારીએ કહ્યું હતું કે કુલપતિ ડો. કે. એન. ચાવડાને આવેદન પત્ર આપાયું છે. એમાં એમ લખાયું છે કે બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી જેવા અભ્યાસક્રમોમાં વર્ષોથી એક જ વખત ફોર્મની ફી ભરી સમગ્ર દક્ષિણ ગુજરાતની કોઈ પણ કોલેજમાં પ્રવેશ મેળવી શકતા હતા. તેને બદલે હવે પ્રવેશ પ્રક્રિયાને સુરત, બારડોલી, નવસારી, ભરૂચ અને વલસાડ એમ પાંચ ઝોનમાં વહેંચી દેવામાં આવી છે.
સુરતના વિદ્યાર્થીઓના ઓછા ટકા હોય અને સુરતની કોલેજમાં પ્રવેશ ન મળે, તો બારડોલી, નવસારી ઝોનમાં પ્રવેશ ફોર્મ ભરવું પડે. આવા સંજોગોમાં ત્રણેય ઝોન દીઠ 200 રૂપિયા મળી કુલ 600 રૂપિયા પ્રવેશ ફોર્મના ભરવાં પડે. તેવી જ રીતે ઘણા આદિવાસી ગામડાના વિદ્યાર્થીઓ પોતાના ઝોન સહિત સુરત ઝોનમાં પણ પ્રવેશ ફોર્મ ભરતા હોય છે. તો વિદ્યાર્થીઓને 400 રૂપિયા પ્રવેશ ફી ભરવી પડે. યુનિવર્સિટીના થતા મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે વિદ્યાર્થીઓને ખોટી રીતે પ્રવેશ ફીના નામે લૂંટવાનું બંધ કરી, વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ પ્રક્રિયા માટે માત્ર એક જ વાર ફી લેવામાં આવતી હતી, તેવું ચાલુ વર્ષે પણ વિદ્યાર્થી પાસેથી પ્રવેશ માટે એક જ વખત ફી લેવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.