તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Unexpected Visit Of Chief Minister Following The Explosive Situation Of Corona In Surat, Discussion On Lockdown In The City Gained Momentum.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાબડતોડ મુલાકાત:સુરતમાં કોરોનાની સ્ફોટક સ્થિતિને પગલે મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે અણધારી બેઠક, લોકડાઉનને લઈને શહેરમાં ચર્ચાએ જોર પક્ડયું

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અધિકારીઓ સુરત આવીને બેઠક યોજી હતી. - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અધિકારીઓ સુરત આવીને બેઠક યોજી હતી.
  • સુરતમાં મુખ્યમંત્રીએ તાત્કાલિક ક્લેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી

સુરત શહેરમાં વધતા કરણા સંક્રમણને કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવસારી ખાતેથી સુરત આવી પહોંચ્યા હતાં. તાબડતોડ મુખ્યમંત્રીએ સુરત જીલ્લા સેવા સદન ખાતે કોરોના સંક્રમણને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કર્યું છે. રોજના વધતાં કોરોના સંક્રમણ ના કેસોની સંખ્યામાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. સુરત શહેરની કોરોના સંક્રમણની સ્થિતિ જોતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેટલાક મહત્વના નિર્ણય લઈ શકે છે.જેમાં લોકડાઉનની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

મુખ્યમંત્રીની સાથે ડેપ્યુટી મુખ્યંત્રી નીતિનભાઈ પણ દોડી આવ્યાં હતાં.
મુખ્યમંત્રીની સાથે ડેપ્યુટી મુખ્યંત્રી નીતિનભાઈ પણ દોડી આવ્યાં હતાં.

મોટા નિર્ણય લેવાય તેવી આશંકા
હાલ સુરત શહેરમાં કોરાણા વિસ્ફોટની સ્થિતિ સર્જાય છે, ત્યારે દર્દીઓને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. તે અંગે વિજય રૂપાણી દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવશે, ત્યાર બાદ શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે કયા પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે. સુરતના સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે આપવામાં આવે તે સારવારમાં કોઈ અભાવ હોય તો એને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

મુખ્યમંત્રીની કાફલો ક્લેક્ટર કચેરીએ દોડી આવ્યો હતો.
મુખ્યમંત્રીની કાફલો ક્લેક્ટર કચેરીએ દોડી આવ્યો હતો.

મોટા નિર્ણયની આશંકા
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નવનિર્મિત કિડની હોસ્પિટલમાં વધુ કેટલા બેડ ઉભા કરવાની જરૂરિયાત વર્તાઇ રહી છે. તેને લઈને પણ નિર્ણય કરી શકે છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે પણ સમીક્ષા કરવામાં આવી શકે છે.સુરત શહેરમાં થયેલા કરણા વિસ્ફોટ બાદ હવે લોકડાઉન કરવામાં આવશે કે કેમ તેને લઈને શહેરભરમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી લોકડાઉન અંગે નિર્ણય લે છે કે કેમ તે અંગે સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો