ક્રાઇમ:બેરોજગાર થતાં પૂર્વ મેનેજરે મિત્રો સાથે મળી ચોરી કરી હતી, ઝબ્બે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાંદેર પોલીસની હદમાં ગોડાઉનમાંથી થયેલા લાખોની ચોરીનો ભેદ ડીસીબીએ ઉકેલી નાખ્યો છે. જેમાં 5 ચોરોને જિલાની બ્રિજ પાસે કારમાંથી પકડી પાડયા છે. આરોપી પાસેથી કાર, સિગારેટ, રોકડ, સિક્કા અને મોબાઇલ મળી 8.30 લાખનો મુદામાલ કબજે કર્યો છે. લોકડાઉનમાં આર્થિક સંકડામણ અને બેરોજગાર થતાં મિત્ર હરીશ સાથે ગોડાઉનમાંથી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. 24મી તારીખે રાંદેર મેરૂલક્ષ્મી મંદિરની પાછળ ખેમાણી ગોડાઉનમાંથી સિગારેટ, રોકડ સહિતની ચોરી કરી હતી. આ ચોરીમાં ડીસીબીએ અવેશ ઉર્ફે હેરી રાઠોડ, ફરહાન ઉર્ફે ગોલુ શેખ, અહેઝાજ ઉર્ફે ઈલ્યાસ ડભોયા, મોહંમદ ઉર્ફે મેડી સાદીક અને હારીશ ડુમસીયાને દબોચી લીધા હતા. વધુમાં ખેમાણીમાં હારીશ ડુમસીયા અગાઉ મેનેજર તરીકે કામ કરતો હતો. જેથી તે તમામ ગતિવિધિઓથી વાફેક હતો. અવેશએ પોતાની કાર લઈ મિત્રો સાથે ચોરી કરવા ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...