આપઘાત:સુરતના પાંડેસરામાં બેકાર શ્રમજીવીએ છાતીમાં ચપ્પુ ઘુસાડી આપઘાત કરી લીધો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાં લવાયેલા યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં લવાયેલા યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. (ફાઈલ તસવીર)
  • પોલીસે કાગળ ન હોવાથી બાઈક જમા લીધા બાદ

સુરતના પાંડેસરામાં પોલીસે બાઇક જમા લઈ લેતા એક શ્રમજીવી એ ઘરમાં છાતીમાં ચપ્પુ ઘુસાડી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક માણિક સબડે 3 વર્ષથી બેકાર હતો. માસ્ક ન પહેરતા પોલીસે અટકાવ્યો હોવાનું અને ગાડીના કાગળ ન હોવાથી બાઇક જમા લેતા આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

નોકરીની શોધમાં હતો
પરિવારે જણાવ્યું હતું કે ચાર સંતાનોમાં માણિક બીજા નંબર નો દીકરો હતો. પત્ની અને બે બાળકોનો પિતા હતો. 3 વર્ષથી બેકાર હતો. નોકરીની શોધમાં આખો દિવસ રખડતો રહેતો હતો. છૂટક નોકરી કડે તો કામ કરી ને ઘરમાં આર્થિક મદદરૂપ થતો હતો.

સિવિલમાં મૃત જાહેર
ઘટના ગુરુવાર ની સાંજે બની હતી. ગુસ્સામાં લાલચોળ થઈ ઘરે આવેલા માણિકે પત્ની અને પરિવાર સામે ભડાશ કાઢી શાકભાજી કાપવાના ચપ્પુ વડે પરિવાર ની સામે જ છાતીમાં ઘુસાડી દીધું હતું. જમીન પર ઢળી પડેલા માણિકને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.