• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Lover And Underage Girlfriend Took Poisonous Medicine To Make Love Immortal By Committing Suicide On The Day Of Rakshabandhan In Surat

પ્રેમબંધન લઈ ગયું પતન તરફ:‘અમે સાથે નહીં રહી શકીએ તો જીવી નહીં શકીએ’, પ્રેમી અને સગીર પ્રેમિકાનો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ

સુરત3 મહિનો પહેલા
પ્રેમી અને સગીર પ્રેમિકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
  • પ્રેમિકાના પરિવારને જાણ થતા ઘરમાં બંધ કરી માર માર્યોઃ પ્રેમી
  • પ્રેમિકા બે વાર ઘર છોડી આવી પણ પ્રેમી પરત મૂકી આવ્યો હતો

સુરતના સારોલી લેન્ડમાર્ક બહાર એક યુવા ટ્રાન્સપોર્ટરે સગીર પ્રેમિકા સાથે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ગોળીઓ ખાઇ લેતા 108માં સિવિલ ખસેડાયા હતા. પ્રેમીએ મીડિયા કર્મીઓને જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી એક બીજાને પ્રેમ કરીએ છીએ, પ્રેમિકાના પરિવારને જાણ થયા બાદ બંધ રાખી માર મારી રહ્યા છે. બે વાર પ્રેમિકાએ ઘર છોડ્યું છતાં એને ઘરે છોડી આવ્યો ને કહ્યું લગ્ન તો કરીશું પણ તારા માતા-પિતાની પરવાનગી સાથે, આખરે હારી ગયા એટલે ફાની દુનિયાને અલવિદા કહેવા આપઘાતનો રસ્તો અપનાવ્યો છે. અમને મરી જવા દો, જો અમે સાથે નહીં રહી શકીએ તો જીવી નહીં શકીએ.

એકબીજા સાથે જીવવાનો વિચાર જ નહીં પણ મન બનાવી લીધું
21 વર્ષીય પ્રતિક (નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું કે તે ટ્રાન્સપોટરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. દોઢ વર્ષથી સારોલીમાં રહેતી એક કિશોરી સાથે પ્રેમ કરી રહ્યો છે. બન્નેએ એકબીજા સાથે જીવવાનો વિચાર જ નહીં પણ મન બનાવી લીધું છે. જોકે અમારી પ્રેમ કહાનીમાં કિશોરીનો પરિવાર અડચણરુપ બન્યો છે. અમારા પ્રેમની ખબર પડી ગયા બાદ કિશોરીને સતત નજર કેદ રખાય છે અને માર મરાઈ રહ્યો છે.

યુવક અને સગીરા છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ કરી રહ્યા છે.
યુવક અને સગીરા છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ કરી રહ્યા છે.

પ્રેમિકાનું પરિવાર નહીં માનતા આપઘાતનો રસ્તો અપનાવ્યો
વધુમાં જણાવ્યું હતું કે પ્રેમિકાએ બે વાર ઘર છોડી ભાગી આવી હતી અને લગ્ન કરી લેવા માટે કહેતી હતી. જોકે પ્રેમિકાના પરિવારની સમાજમાં આબરૂ ન જાય એ માટે હું એને ઘરે છોડી આવ્યો હતો અને વચન આપ્યું છે લગ્ન કરીશું એ પણ તારા પરિવારની મરજીથી. જોકે હવે અશક્ય લાગી રહ્યું છે એટલે જ આજે રક્ષાબંધનના શુભ પર્વના દિવસે જ આપઘાત કરી પ્રેમને અમર બનાવી દેવા એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ગોળીઓ ખાધી છે.

અમે સાથે નહીં રહી શકીએ તો જીવી નહીં શકીએ.
અમે સાથે નહીં રહી શકીએ તો જીવી નહીં શકીએ.

પ્રેમીએ 3 અને પ્રેમિકાએ ઝેરી દવાની 2 ગોળી ખાધી
વધુમાં જણાવ્યું હતું કે મે 3 અને પ્રેમિકાએ 2 ગોળીઓ ખાધી છે. જોકે આ બાબતે 108ને જાણ કરતા તેઓ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે. સાહેબ અમને મરી જવા દો, જો અમે સાથે નહીં રહી શકીએ તો જીવી નહીં શકીએ, એટલે આપઘાત સિવાય બીજો કોઈ રસ્તો નથી. હાલ બન્ને સારવાર હેઠળ છે અને તબિયત સાધારણ છે.