તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ગેસલાઇન નાખવાના બહાને ગઠીયો 50 હજાર પડાવી ગયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અમરોલી પોલીસમાં માલિકે ફરિયાદ કરી

નવા બનતા મકાનમાં ગેસ કંપનીમાંથી આવ્યો હોવાનું કહીને આવેલો ગઠીયો મકાન માલિક પાસેથી 50 હજાર રૂપિયા લઇને પલાયન થઇ ગયાનો બનાવ અમરોલીમાં બન્યો છે.મોટા વરાછા સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા રવજીભાઇ લીંબાભાઇ મોરડીયા અમરોલી જય ભવાની સોસાયટીમાં નવું મકાન બનાવી રહ્યા છે.

તા.27મી જાન્યુઆરીના રોજ તેમના નવા મકાન પર ગઠીયો આવ્યો હતો. આ ગઠિયાએ પોતે ગેસ કંપનીમાંથી આવ્યો હોવાનું કહીને ગેસ લાઇન લેવા અંગે પૂછ્યું હતું. રવજીભાઇએ લાઇન લેવા માટે સંમતિ આપતા ગઠીયાએ માપણી કરીને, રૂપિયા 28000ની પાઇપ જશે એમ કહીને આજે ને આજે પૈસા ભરો તો જલ્દી કામ થઇ જશે એમ કહ્યું હતું.

ગઠીયાની વાતમાં આવી ગયેલા રવજીભાઇએ પોતાના દિકરા મારફતે તેને પાઇપ તથા અન્ય ચાર્જ પેટે રૂ.50 હજાર આપ્યા હતા. જોકે, આ પૈસા લઇને ગઠીયો નાસી ગયો હતો. બે દિવસ થયા છતાં કોઇ કાર્યવાહી નહીં થતા રવજીભાઇને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનો અહેસાસ થયો હતો. બનાવ અંગે અમરોલી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો