જિલ્લા કલેક્ટરે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ લોકોને ઘરે અને વ્યવસાયિક સ્થળે સન્માન પૂર્વક તિરંગો ફરકવવા જણાવ્યું હતું.આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થશે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ‘‘હર ઘર તિરંગા ‘‘કાર્યક્રમના આયોજન અર્થે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેકટરે જિલ્લામાં પણ આનંદ-ઉત્સાહ સાથે સ્વતંત્રતા પર્વની સાથે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ 3 દિવસ જિલ્લાના ઘરે ઘર પર દેશભાવના, રાષ્ટ્રીય એકતા પ્રતિક રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો.પ્રત્યેક નાગરિકો પોતાના ઘર પર તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવના પ્રબળ બનાવે એવો ભારપૂર્વક અનુરોધ તેમણે કર્યો હતો.
સુરત જિલ્લાના 75 અમૃત્ત તળાવો પર સ્વાતંત્ર્ય પર્વ દિને ગ્રામજનોના સહયોગથી ધ્વજવંદન કરાશે, અમૃત્ત તળાવો પર વન વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી અમૃત વન ઉછેર કરવા માટે ગ્રામજનો પ્રયાસ કરશે એમ જણાવી કલેકટરે ઉમેર્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ ખાદી ગ્રામોદ્યોગ દ્વારા તૈયાર થયેલો રાષ્ટ્રધ્વજ ઉપયોગમાં લેવાય તે ઈચ્છનીય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.