તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રક બન્યો યમદૂત:સુરતમાં બેફામ ટ્રક ચાલકે BBAના વિદ્યાર્થીને કચડી નાખ્યો, સારવાર દરમિયાન મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

સુરત5 મહિનો પહેલા
ટ્રક નીચે કચડાવા દરમિયાન અને ઈન્સેટમાં મૃતક વિદ્યાર્થી.
  • અકસ્માત થતા તુરંત ટ્રક ડ્રાઈવર ટ્રક માંથી નાસી ગયો હતો

ગુજરાતના મહાનગરો માર્ગ અકસ્માતનું હબ બની ગયા છે, અવારનવાર મસમોટા વાહન ચાલકો કે ડ્રાઈવરના બેફામ ડ્રાઈવિંગના કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓ મહાનગરોમાં બનતી રહે છે, થોડા જ દિવસ પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં એક બેફામ ટ્રક ચાલાકે યમદૂત બનીને BBAના વિદ્યાર્થી જય ઈટાલિયાને કચડી નાખ્યો હતો, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનું આજ રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ​​​

અકસ્માતની ઘટના બનતા, તુરંત ટ્રક ડ્રાઈવર ટ્રકમાથી નાસી ગયો હતો
અકસ્માતની ઘટના બનતા, તુરંત ટ્રક ડ્રાઈવર ટ્રકમાથી નાસી ગયો હતો

અકસ્માતની સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી.
ટ્રક ડ્રાઈવર સંપૂર્ણ પણે બેફામ બનીને ટ્રક હંકારતો હતો, જેની ઝપેટે વિદ્યાર્થી આવી ગયો હતો, અકસ્માતની ઘટના બનતા, તુરંત ટ્રક ડ્રાઈવર ટ્રકમાથી નાસી ગયો હતો, એ સમયે ઘટના સ્થળે જે લોકો હાજર હતા તેમણે તેને પકડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ટ્રક અટકતા વિદ્યાર્થી લોહી-લુહાણ હાલતમાં બહાર નીકળવાના મરણયા પ્રયત્નો કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી.

મૃત્યુ પામનાર યુવાન
મૃત્યુ પામનાર યુવાન

પોલીસની રહેમ નજર અને હપ્તા ખોરીને કારણે જાહેરનામાનો ભંગ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં 4 વાગ્યા પછી ભારી વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં પોલીસની રહેમ નજર અને હપ્તાખોરીને કારણે આવા હેવી વાહનો ડ્રાઈવરો ચલાવી રહ્યા છે. નાના વાહન ચાલકો હેલ્મેટ કે PUC વગર વાહન ચલાવે તો પોલીસ વાહન જપ્ત કરે છે અને મસમોટો દંડ ફટકારે છે. પરંતુ જાહેરનામાના ભંગ બદલ પોલીસ હેવી વાહન ચાલકોને રોકતી કે પકડતી નથી તે ચર્ચાનો વિષય છે.

વહીવટી તંત્રનો પ્રતિબંધ છતાં ભારે વાહનો શહેરમાં કોની અનુમતિથી પ્રવેશી જાય છે
છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીઓના મોતની ઘટના બની રહી છે. ઘટના સમયે સ્થાનિક લોકોના રોષના કારણે ઘણી વખત વાહનને આગ ચાંપી દેવાની કે વાહન ચાલકને ઢોર માર મારવાની ઘટનાઓ પણ બની રહી છે. બેફામ રીતે ગાડી હંકારતા વાહનચાલકો પર લોકોનો રોષ ઠલવાય તે ખૂબ જ સ્વાભાવિક છે,પરંતુ વહીવટી તંત્રે ભારે વાહનો કે જેના ઉપર પ્રતિબંધ છે.તેઓ કેવી રીતે શહેરમાં કોની અનુમતિથી પ્રવેશી જાય છે.તે તપાસ કરવી ખૂબ જરૂરી છે કારણ કે આવા આશાસ્પદ ઘણા વિદ્યાર્થીઓ બેફામ ટ્રક કે જે યમદૂતની જેમ શહેરમાં ફરતી હોય છે. તેના અડફેટે ચડી ને પોતાનો જીવ ગુમાવે છે.