કાર્યવાહી:ઉધનામાં કિશોરીની છેડતી કરનાર કાકો મુંબઈથી ઝબ્બે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશોરી MPથી સંબંધીને ત્યાં લગ્નમાં આવી હતી

ઉધનામાં સંબંધીને ત્યાં લગ્નમાં આવેલી 15 વર્ષની કિશોરીની મુંબઈમાં રહેતા કોટુબિંક કાકાએ છેડતી કરી જાનથી મારવાની ધમકી આપી હતી. જેમાં કિશોરીના પિતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કોટુબિંક કાકા ગૌતમની સામે ગુનો નોંધ્યો છે. જેમાં ઉધના પોલીસે મુંબઇથી કાકાને ઊંચકી લાવી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

આરોપી પરિણીત છે. આરોપી ગૌતમ લગ્નમાં પત્ની સાથે આવ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે એમપી ખાતે રહેતી 15 વર્ષની કિશોરી માતા-પિતા સાથે 26મીએ સંબંધીના લગ્નમાં ઉધના આવી હતી. લગ્ન વખતે કિશોરી રાત્રીના સમયે વોશરૂમમાં ગઈ હતી. તે સમયે કાકાએ કિશોરી બહાર આવતા તેને પકડી પાડી રૂમમાં બેડ ઉપર પછાડી લાજ લેવાના ઇરાદે છેડતી કરી હતી.

નરાધમે કિશોરીના પ્રાઇવેટ પાર્ટમાં અડપલા કર્યા હતા. કિશોરીએ હિમ્મત કરી નરાધમને ધક્કો મારી નીચે ચાલી આવી હતી. કાકાએ કિશોરીને ધમકી આપી કે આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાખીશ, આથી ગભરાયેલી કિશોરીએ જે તે સમયે કોઈને વાત કરી ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી કિશોરી ગુમસૂમ બેસી રહેતી હતી. આથી પરિવારને શંકા જતા કિશોરીને સમજાવી પૂછપરછ કરી હતી. જેમાં કોટુબિંક કાકાની ગંદી હરકતો સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...