ધરપકડ:કરોડોનું ગ્રે-કાપડ લઈ સગેવગે કરનાર કાકા-ભત્રીજા ઝડપાયા

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોમ્બે માર્કેટની દુકાનમાં ઉધાર કાપડ લઈ વેપારી છૂ
  • માર્કેટમાં ભાડેથી દુકાન લઈ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો

કરોડોની કિંમતનું ગ્રે-કાપડ લઈ બારોબાર સગેવગે કરનાર કાકા-ભત્રીજાને પાંડેસરા પોલીસે બાતમીને આધારે આશાપુરી બ્રીજ પાસેથી પકડી પાડ્યા હતા. અગાઉ આ ચીટીંગના ગુનામાં બે આરોપી પકડાયા હતા. કાકા-ભત્રીજા બન્ને પાંડેસરા અને ચોકબજાર પોલીસમાં ચીટીંગના ગુનામાં વોન્ટેડ હતા. પકડાયેલા આરોપીમાં કિશન જેઠાજી સોની અને ભત્રીજા શાંતિલાલ છોગાલાલ સોની(બન્ને રહે,અમરોલી, મૂળ રહે,શિરોહી,રાજસ્થાન) પહેલા બોમ્બે માર્કેટમાં ભાડેથી દુકાન લઈ શરૂઆતમાં વેપારીનો વિશ્વાસ જીતવા માટે ગ્રે-કાપડનો માલ લઈ વાયદા પ્રમાણે રૂપિયા આપી દેતા હતા.

આથી વેપારી ઠગ ટોળકી પર વિશ્વાસ કરી લાખો-કરોડોનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર આપ્યો હતો. આરોપી શાંતિલાલ સોની સામે ચેક રીટર્નના 22 કેસો ચાલે છે. જેમાં 6 કેસોમાં સજા પણ થઈ હોવાની વાત સામે આવી છે. કાકા-ભત્રીજાની ટોળકીએ સુરત શહેરમાં ઘણા વેપારીઓ પાસેથી ગ્રે-કાપડનો માલ લઈ નાણાં ઓહ્યા કરી ફરાર થયા છે. આગામી દિવસમાં કાકા-ભત્રીજાની ટોળકી સામે અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ચીટીંગના ગુનાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. અગાઉ આ ગુનામાં મેનેજર ભાવેશ ચનીયારા સહિત 2 પકડાયા હતા. જે હાલમાં લાજપોર જેલમાં છે.

અન્ય સમાચારો પણ છે...