તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પારિવારીક ઝઘડામાં કાકાએ 3 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યું

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

લિંબાયતમાં પારિવારિક ઝઘડામાં કાકાએ સાડા ત્રણ વર્ષની ભત્રીજીનું અપહરણ કરતા ફરિયાદ નોંધાઈ છે.લિંબાયતમાં બુદ્ધ સોસાયટીમાં રહેતી નઝરાનાના લગ્ન રાજસ્થાનના સવાઇ માધોપુરના ફિરોઝ બબ્બુ તેલી સાથે થયા હતા. સંતાનમાં સાડા ત્રણ વર્ષની દીકરી આયશા અને 2 વર્ષનો દીકરો છે. નઝરાના અને ફિરોઝ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી ઓગસ્ટ 2020માં નઝરાના સંતાનો સાથે લિંબાયતમાં ભાઈના ઘરે આવી હતી.

10 તારીખે નઝરાનાનો દિયર શાહરૂખ ભાભી નઝરાનાને લેવા આવ્યો હતો. તેણે ફોન પર નઝરાનાની તેના ભાઈ સાથે વાત કરાવી હતી. ત્યારે ફોન પર નઝરાના અને તેના પતિ વચ્ચે ઝગડો થતા શાહરૂખ ભત્રીજી આયશાને નાસ્તો લેવા સાથે લઈ ગયા બાદ આવ્યો જ ન હતો. ફોન પણ બંધ હતો. નઝરાનાએ શાહરૂખ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો