તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:અડાજણમાં લઘુશંકા માટે ગયેલી પરિણીતા પર કાકા સસરાએ બળાત્કાર ગુજાર્યો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

અડાજણ પાલનપુર વિસ્તારમાં 14મી જાન્યુઆરીએ લઘુશંકા માટે ગયેલી શ્રમજીવી પરિણિતા પર તેના જ કાકા સસરાએ મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યોના બનાવ અડાજણ પોલીસમાં નોંધાયો છે. મુળ મધ્યપ્રદેશના વતની આશા (નામ બદલ્યું છે) અડાજણ પાલનપુર વિસ્તારમાં નવા બાંધકામની સાઇડ પર મજુરીકામ કરે છે.અને પરિવાર સાથે ત્યાં જ ઝૂંપડામાં રહે છે. જ્યારે આ સ્થળ પર અન્ય મજુરો પણ ઝુપડા બનાવીને રહે છે. જેમાં કેટલાક તેમના સંબંધી પણ છે. આ ઝૂંપડામાં તેણીના કાકા સસરા પુંજા મેહજી ખરાડી પણ રહે છે અને મજૂરી કામ કરે છે.

તા.14મી જાન્યુઆરીના રોજ રાત્રે નવેક વાગ્યાના અરસામાં આશા લઘુશંકા માટે ગઇ હતી. ત્યારે તેનો કાકો સસરો પુંજા પાછળ ગયો હતો. અને આશાનું મોઢુ દબાવીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આશાએ પોતાના પતિને જાણ કરી હતી. તેઓ વતન જતા રહ્યા હતા. જ્યાં સમાજમાં આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી હતી. સમાજની મધ્યસ્થી થયા બાદ આશાએ મધ્યપ્રદેશમાં કાકા સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. ગુનો અડાજણ પોલીસની હદમાં બન્યો હોવાથી આ ફરિયાદ અડાજણ પોલીસને મોકલી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...