તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:કામ નહીં મળતા પુણાના રત્નકલાકારે ફાંસો ખાધો, પત્નીને પિયરે મૂકી આવી આપઘાતનું પગલું ભર્યું

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી કારખાનામાં યોગ્ય કામ ન મળતા હતાશ થઇ ગયેલા 33 વર્ષીય રત્નકલાકારે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પત્ની અને સંતાનોને પિયરમાં મુકી આવ્યા બાદ રત્નકલાકારે આપઘાતનું પગલું ભરી લીધું હતું. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

પુણા કારગીલ ચોક શિવ નગર સોસાયટી ખાતે રહેતા 33 વર્ષીય પ્રકાશભાઈ શવજીભાઈ પોલરા હીરાના કારખાનામાં કામ કરતો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી કામ ન મળતા પ્રકાશ આર્થિક સંકડામણમાં સપડાયો હતો. સોમવારે પ્રકાશ પરિવાર સાથે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ બાળકો સહિત પત્નીને તેના પિયરમાં મુકીને કામ અર્થે બહાર જવાનું કહી નીકળ્યો હતો. ત્યાર બાદ પ્રકાશે પોતાના ઘરે જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમીક તપાસમાં વ્યવસ્થીત કામ ન મળતા આર્થિંક સંકળામણના કારણે પ્રકાશભાઈએ આપઘાતનું પગલું ભર્યુ હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો