તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પુરાવા વિના ચાર્જશીટ કરતા ઉમરા PSIને 10 હજારનો દંડ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટની પોલીસને ટિપ્પણી : આ કોઈ કચરા પેટી નથી કે તમે અહીં કચરો નાંખી જાઓ

ચેઇન સ્નેચિંગના કેસમાં પુરતા પુરાવા વગર ચાર્જશીટ કરનારા ઉમરાના પીએસઆઇ વિજય ચંપકને કોર્ટે રૂપિયા દસ હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. આ સાથે બે આરોપી દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજી પણ કોર્ટે મંજૂર કરી હતી. આ કેસમાં તપાસકર્તા અધિકારીએ મુદ્દામાલ પણ બતાવ્યો નહતો અને ફરિયાદીની ઓળખ પરેડ પણ કરાવી નહતી. કોર્ટે નોંધ્યુ હતું ચાર્જશીટ ડાયરેક્ટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે. તેને રજૂ કરતી વખતે સરકારી વકીલને બતાવવાની કોઈ વ્યવસ્થા નથી.

કોર્ટે પોતાના ચુકાદામાં પોલીસ ઓથોરિટી સામે કડક ટિપ્પણી કરતા જણાવ્યુ હતંુ કે આ કોઈ કચરા પેટી નથી કે અહીં તમે તમારો કચરો નાંખી જાઓ. ક્રિમિનલ સિસ્ટમમાં ચાર્જશીટ ફાઇલ કરવી એ સૌથી અગત્યનું કામ છે.કેસની વિગત મુજબ વર્ષ 2019માં ઉમરા પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપી મનસુર મલેક અને સમી સૈયદની ધરપકડ કરી હતી.

આ કેસમાં ઉમરા પોલીસે મુદ્દામાલ પણ રિકવર કર્યો નહતો અને ઓળખ પરેડ પણ કરાવી નહતી અને ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. બચાવ પક્ષે રિધ્ધિશ મોદીએ દલીલ કરી હતી કે પોલીસ દ્વારા ખોટી ચાર્જશીટ કરવામાં આવી છે. આરોપી સામેનો કોઈ પુરાવો જ નથી.કોર્ટે તપાસ અધિકારીને રૂપિયા દસ હજાર જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...