કાર્યવાહી:ઉમરા દસ્તાવેજ કૌભાંડમાં 9 આરોપી વિરુદ્ધ વધુ એક ઠગાઈનો ગુનો દાખલ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સબ રજિસ્ટ્રાર કચેરીના રેકર્ડ રૂમમાંથી કરોડોની કિંમતની 5 જમીનોના દસ્તાવેજો સાથે ચેડા કરવાના મામલે અઠવા પોલીસે વધુ એક ઠગાઈનો ગુનો નોંધ્યો છે. જેમાં આરોપીઓમાં વલસાડનો ખેડૂત પુત્ર વિજય છીબુ પટેલ, બિલ્ડરનો પુત્ર સંજય ઉર્ફે એસકે જવાહર શાહ, કેતન રમણલાલ પટેલ, રાજેશ ઉર્ફે લાલી શશીકાંત ચૌહાણ, પ્રકાશ ઠાકોર રાઠોડ, સુનિલ બાબુ પટેલ, વિવેક ઠાકોર પટેલ, અરવિંદ ઉર્ફે શીલા કાંગી ટંડેલ સહિત 9 સામે ગુનો દાખલ કરાયો છે.

ચીટર ટોળકીએ દસ્તાવેજોની ફોટોકોપી વોલ્યુમમાં પાના કાઢી લઈ તેની જગ્યાએ ભાઠા, ઉમરગામ, પારડી તેમજ અન્ય 2 જમીનનો બોગસ દસ્તાવેજ મુક્યા હતા. નાનપુરા બહુમાળી ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચીટર ટોળકીએ સાચા દસ્તાવેજોની ફોટોકોપીમાંથી 5 પાના ગાયબ કરી તેને બદલે ભાઠા ગામની જમીનનો બોગસ દસ્તાવેજોની કોપી મુકી દીધી હતી.

આવી જ રીતે ટોળકીના માસ્તર માઇન્ડ અરવિંદ ટંડેલ અને તેના સાગરિતોએ ઉમરગામના મમકવાડાની જમીન તેમજ પારડીના કુંતા ગામની જમીનોના બોગસ દસ્તાવેજો બનાવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં મુક્યા હતા. આ ઉપરાંત અન્ય 2 જમીનોના દસ્તાવેજો બનાવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ જમીનો કયાની છે તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...