તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણઘડ કામગીરી:ઉમરા ‌BRTSનું કામ અટકાવાયું, કમિશનરે કહ્યું, ‘આ રોડ પર રેલિંગની જરૂર જ ન હતી’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તો સાંકડો થઇ જતા પાલિકાએ બીઆરટીએસ રેલિંગ રસ્તાની વચ્ચેથી હટાવી દીધી હતી. - Divya Bhaskar
રસ્તો સાંકડો થઇ જતા પાલિકાએ બીઆરટીએસ રેલિંગ રસ્તાની વચ્ચેથી હટાવી દીધી હતી.
  • કેવટ સર્કલથી SVNIT સર્કલ વચ્ચે અડધા રોડમાં BRTSથી રસ્તો સાંકડો થઈ ગયો હતો
  • અણઘડ આયોજનથી રેલિંગ નાંખવાનો અને રોડ ખોદવાનો ખર્ચો કયા અધિકારી પાસેથી વસૂલાશે?

પાલ-ઉમરા બ્રિજના એસવીએનઆઈટી તરફના રૂટ પર બીઆરટીએસની રેલિંગોને પાલિકાએ દૂર કરી દેવી પડી છે. કમિશનરે સ્થળ વિઝિટ કરી કહ્યું કે, અહીં રેલિંગની જરૂર જ નથી. રેલિંગ લગાડ્યા બાદ દૂર કરવાની નોંબત આવતાં મહાપાલિકાના આયોજનમાં ગંભીર કચાશ દાખવવામાં આવી છે. જે નુકસાન થયું છે તેની ભરપાઇ કોન્ટ્રાક્ટર અથવા તો જવાબદાર અધિકારી પાસેથી વસૂલવા માંગ ઉઠી છે.

‘સર્કલને એલાઈમેન્ટ સાથે જોડવાનું છે બીઆરટીએસના આ રૂટ પર રેલિંગની જરૂર નથી, જે રસ્તો છે તે 24 મીટર આજુબાજુ નો જ રસ્તો છે તેથી રેલીંગનો પ્રશ્ન નથી.’ > બંછાનિધિ પાની, કમિશનર

અન્ય સમાચારો પણ છે...