ભયના ઓથાર હેઠળ સુરત:વહેલી સવારે ઉકાઈ ઓવરફ્લો, ઉપરવાસમાં વરસાદ અટક્યો છતાં 345 ફૂટની ભયજનક સપાટી વટાવી

સુરત2 મહિનો પહેલા
ઉપરવાસમાં વરસાદ અટકતાં ડેમને ફૂલ ભરવામાં આવ્યો છે.
  • ઉપરવાસમાં વરસાદ નહિવત હોવાથી ડેમમાંથી આઉટફ્લો 11474 ક્યુસેક યથાવત રખાયો

આજથી માતાજીના આરાધના પર્વ એટલે કે નવરાત્રિની વહેલી સવારે ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે. સુરત મહાનગરપાલિકાની અધિકૃત જાણકારી મુજબ તા.7મીએ સવારે 5 વાગ્યે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમ ખાતે પાણીનું લેવલ 345 ફૂટ નોંધાયું હતું. ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ 345 ફૂટ છે. જેથી ડેમમાં હાલ 100 ટકા પાણી ભરાઈ ગયું છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની શક્યતા નથી પરીણામે ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવા છતાં તાપી નદીમાં પાણી છોડવું પડે તેવી પણ કોઇ સ્થિતિ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.મહત્વપૂર્ણ છે કે, હવે ભારે વરસાદ સર્જાય તો પૂરનો ખતરો સુરતમાં સર્જાઈ શકે છે.

ડેમમાંથી માત્ર 11474 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમમાંથી માત્ર 11474 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાઈડ્રો અને કેનાલમાં પાણી છોડાયાં
ઉકાઈ ડેમમાં હાલ 46397 ક્યુસેક પાણીની આવક છે. જેની સામે તંત્ર દ્વારા તમામ ગેટ બંધ કરીને સ્ટોરેજ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ ડેમમાંથી કેનાલ મારફરતે 1100ક્યુસેક અને હાઈડ્રો મારફતે 10374 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની ગ્રોસ સ્ટોરેજ કેપેસિટી 7414.29 એમસીએમ છે. જ્યારે લાઈવ સ્ટોરેજ 6729.90 છે.

ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાતા શહેરીજનોની અને ખેડૂતોની પાણીની સમસ્યા દૂર થશે
ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાતા શહેરીજનોની અને ખેડૂતોની પાણીની સમસ્યા દૂર થશે

હવે જેટલું પાણી આવે તેટલું છોડી દેવાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમમાં વોટર લેવલ તેમજ અન્ય પેરામીટર્સ આ પ્રમાણે નોંધાયા હતા. ઉકાઇ ડેમમાં હાલ 14 હજાર ક્યુસેક્સ જેટલું પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી રિલીઝ પણ કરી દેવામાં આવી રહ્યું છે. સૂહવે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો હજુ પણ વરસાદની સંભાવના હશે તો હવે એવી સિસ્ટમ વિકસાવી દેવામાં આવી છે કે, ડેમમાં કેટલો પાણીનો આવરો થઇ શકે તેની અંદાજિત ગણતરી એડવાન્સમાં થઇ શકે અને પાણી ડેમમાં આવે તેના કરતા પહેલા ડેમમાંથી રિલીઝ કરી દેવામાં આવે છે. જેથી નવું પાણી ડેમમાં સમાઇ શકે. આ પ્રકારનું વોટર મેનેજમેન્ટ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યું હોઇ, સુરતમાં કે તાપી નદીમાં પૂરની શક્યતાઓ નહીવત્ બની છે.