છેલ્લાં 2 વર્ષમાં દ.ગુજરાત અને ઉપરવાસમાં સારો વરસાદ પડતા ઉકાઇ ડેમમાં પાણીનો સારી માત્રામાં સંગ્રહ થયો છે. હાલ ડેમની સપાટી ગત વર્ષની સરખામણીમાં 2 ફૂટ વધુ હોય પ્રથમ તબક્કામાં વરસાદ છલકાવાની શક્યતા છે.
ખાસ કરીને જુન માસના પ્રથમ અઠવાડિયામાં થઈ જ તંત્ર ઉકાઈ ડેમની સપાટી પર નજર રાખતા હોય છે અને તેના આધારે તૈયારીઓ કરવામાં આવતી હોય છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 317.85 ફૂટ પર સ્થિર થઈ છે.જે ગત વર્ષની સરખામણીમાં 2 ફૂટ જેટલી વધુ છે.ગત વર્ષે 8 જૂનના રોજ ડેમની સપાટી 315.75 રહી હતી. તો 2020 માં ઉકાઈ ડેમની સપાટી 317 જેટલી રહી હતી. આ બંને વર્ષમાં મોસમના પહેલા વરસાદની સાથે જ ડેમની સપાટી લગભગ રૂલ લેવલથી ઉપર પહોંચી ગઈ હતી .
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો મેઘરાજાનું આગમન ધમાકેદાર થશે તો ડેમમાં 20 ફુટ જેટલું પાણી વધી શકે તેમ છે.ત્યારે આ વર્ષે તેમાં પ્રમાણમાં પાણી વધુ હોવાથી વધારવાનું ડેમ વહેલો છલકાઈ જાય તેવી શક્યતા રહેલી છે. અત્રે નોંધનીય છે કે ચોમાસા દરમિયાન ઉકાઇ ડેમની સપાટી પર નજર રાખવા અને સંભવિત પુરની સ્થિતિને ટાળી શકાય તે ઉકાઇ ડેમ ઉપરાંત સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ પહેલી જૂનથી જ ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદ અને તાપી નદીમાં છોડવામાં આવતા પાણીના ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.